ગુજરાત

gujarat

ETV Bharat / city

સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો - જ્વેલર્સના કાચ ઉપર ફાયરીંગ

સુરતના જિલ્લાના સરથાણા (Sarthana) માં જ્વેલર્સના કાચના દરવાજે ફાયરીંગ (3 rounds at the jewelers door) કરવામાં આવતા દોડધામ મચી ગઇ હતી. દરવાજો નહીં તૂટતા વેપારીએ જ્વેલર્સ જ બંધ કરીને જતા રહેવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ જતાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

An unidentified person fired 3 rounds at the jewelers door in Sarthana
An unidentified person fired 3 rounds at the jewelers door in Sarthana

By

Published : Nov 13, 2021, 8:00 AM IST

  • જ્વેલર્સના કાચ ઉપર ફાયરીંગ થતા એક શખ્સ ભાગી ગયો હતો
  • દરવાજો નહીં તૂટતા વેપારીએ જ્વેલર્સ જ બંધ કરીને જતા રહેવું પડ્યું હતું
  • સરથાણામાં બનેલી ઘટનામાં CCTV ફૂટેજ બહાર આવતા પોલીસ દોડતી થઇ

સુરત: સરથાણા (Sarthana) માં આવેલા સુખરામ જ્વેલર્સ ઉપર ગુરૂવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં એક શખ્સ (An unidentified person) આવ્યો હતો. જે સૌપ્રથમ જ્વેલર્સને નિહાળી રહ્યો હતો, દરમિયાન ત્યાંથી એક યુવક બહાર આવ્યો હતો. આ સાથે જ દુકાનમાં ફાયરીંગ (3 rounds at the jewelers door) પણ થયું હતું. જ્વેલર્સના કાચ ઉપર ફાયરીંગ થતા એક શખ્સ ભાગી ગયો હતો. જે બાદ જ્વેલર્સમાંથી બીજા બે યુવકો પણ આવ્યા હતા અને તેઓ જ્વેલર્સનું શટર બંધ કરીને ભાગી ગયા હતા.

સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું

આ પણ વાંચો: HUIDને અંગે થયેલી હડતાળમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના સોના-ચાંદીના વેપારીઓ પણ જોડાયા

પોલીસનો સ્ટાફ દોડતો થયો

દુકાનના માલિક જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેની ઉપર પણ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ CCTV ફૂટેજ શુક્રવારે સવારે વાયરલ થતા સરથાણા (Sarthana) પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો. પોલીસે ઘટનાસ્થળે જઇને તપાસ કરતા ત્યાંથી ત્રણ ફૂટેલી કારતૂસ પણ મળી આવી હતી. આ એક એરગન હતી અને તેમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. આ ઘટનામાં ફરિયાદીએ કોઇપણ ફરિયાદ કરવાનું ટાળ્યું હોવાથી પોલીસે કોઇ ગુનો નોંધ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: જ્વેલર્સ સાથે રૂપિયા 2.76 કરોડની ઠગાઈ કરનાર સેલ્સમેનનું સરેન્ડર

ABOUT THE AUTHOR

...view details