પોસ્ટમોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરી ખાધો
સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદરને પકડવા પિંજરા મુકાયા - Surat daily updates
સુરત નવી સિવિલ હોસ્પિટલ (Surat civil hospital) ની ગંભીર બેદરકારી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ રૂમમાં વૃદ્ધાના મૃતદેહને ઉંદરે કોતરીને ખાઈ લેતા પરિવારના લોકો રોષે ભરાયા છે. પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદર અને માખીઓના ત્રાસથી કર્મચારી અને ડોક્ટર પરેશાન છે.
Cv
વૃદ્ધાનો મૃતદેહ કોતરેલી હાલતમાં દેખાઈ આવતા પરિવારના લોકો રોષે ભરાયા
ઘટનાને લઈ પરિવારજનોમાં આક્રોશ
સુરત: અડાજણ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે 60 વર્ષીય લક્ષ્મીબેન પડી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થ ખસેડાયો હતો. રાત્રિ દરમિયાન મૃતદેહને ઉંદરે કોતરી ખાતા પરિવારના લોકો સહિત કર્મચારી, ડોકટરો મૃતદેહને કોતરેલી હાલતમાં જોતા ચોકી ઉઠ્યા હતા.
Last Updated : Jul 23, 2021, 1:45 PM IST