- વિદ્યાર્થીઓએ સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી
- પેન ડ્રાઈવ બનાવતા 85,000 રૂપિયાનો ખર્ચ થયો
- પેનડ્રાઈવને તેમણે Maypole નામ આપ્યું
સુરત: આજના ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ અવનવી વસ્તુઓ બનાવતાં હોય છે. ત્યારે સુરતની સ્કેટ કોલેજમાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓએ સાથે મળીને વાઈફાઈથી ચાલતી પેન ડ્રાઈવ તૈયાર કરી હતી. આ પેનડ્રાઈવને વાઈફાઈ સાથે કનેક્ટ કરીને દેશના કોઈ પણ ખુણામાંથી ડેટાને પેનડ્રાઈવમાં અપલોડ કરી શકાય છે. જેથી ડેટા અપલોડ કરવા માટે વારંવાર પેન ડ્રાઈવ કાઢવાની કે ડેટા અપલોડ કરવા માટે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સ્પીડની પણ જરૂર નહીં પડે.
પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો
આ પેન ડ્રાઈવ બનાવતા તેમને 45 દિવસનો સમય લાગ્યો હતો. તેમજ85,000 રૂપિયાનો ખર્ચો થયો હતો. તેમજ પાવર બેકઅપ માટે 250 mahની બેટરી પણ આપવામાં આવી છે. આ પેન ડ્રાઈવ બનાવનાર અક્ષય વસ્તરપરાએ જણાવ્યું હતું કે, સુરતમાં મોટા પાયે એમ્બ્રોડરીના કામકાજ ચાલતા હોય છે. જેમાં મશીનમાં દરરોજ પેન ડ્રાઈવ નાંખી ડિઝાઈન અપલોડ કરવાની હોય છે. એમ્બ્રોડરીના જે કારખાના હોય છે તેમાં કારીગરોને કોમ્પ્યુટર આવડતું ન હોય તે માટે પેન ડ્રાઈવ કાઢીને જાતે જ ડિઝાઈન અપલોડ કરવી પડે છે.