- શિક્ષણ વિભાગની પરવાનગી પછી VNSGU લેશે પરીક્ષા
- રાજ્યમાં કોરોનાના કેસ વધતા સ્કૂલ-કોલેજોમાં ચાલે છે ઓનલાઈન પરીક્ષા
- અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ રાખવામાં આવી છે મોકૂફ
આ પણ વાંચોઃઅશોક યુનિવર્સિટીના બે પ્રોફેસરોના રાજીનામાંને લઈને દેશ- વિદેશની અનેક મોટી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી
સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટની તમામ પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જે યુનિવર્સિટીની જે કોલેજોમાં PGના વિષયો હશે. તે તમામને આ નિર્ણય લાગુ કરવામાં આવશે.
અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ રાખવામાં આવી છે મોકૂફ આ પણ વાંચોઃહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSમાં પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું
1 એપ્રિલથી પરીક્ષાઓ લેવાય તેવી શક્યતા
હાલમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા મોકૂફ રાખી છે, પરંતુ શિક્ષણ વિભાગની પરવાનગી પછી પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરશે. પરીક્ષાની તારીખ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે. હાલ તો એમ લાગી રહ્યું છે કે 1 એપ્રિલથી પરીક્ષાઓ લેવામાં આવશે.
ગાંધીનગરના પરિપત્ર અનુસાર જ પરીક્ષાઓ લેવાશે
રાજ્ય શિક્ષણ વિભાગની પરવાનગી એવા શરતે આપી છે કે, જે પણ PG પ્રેક્ટિકલની પરીક્ષાઓ લેવામાં આવશે. તે ગાંધીનગરના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર જ લેવામાં આવશે. હાલ કોરોના મહામારીને કારણે જે પણ ઓનલાઈને ક્લાસ ચાલી રહ્યા છે. તેમાં જો કોઈ વિદ્યાર્થી પોતાની ઈચ્છા પ્રમાણે PG પ્રેક્ટિકલની પરીક્ષા આપવા માગતા હોય એ જ વિદ્યાર્થીઓ આપી શકશે. એમાં કોઈ પણ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપવા બાબતે દબાણ આપવામાં આવશે નહીં. જો આવી કોઈ વાત રાજ્ય શિક્ષણ વિભાગની પાસે આવશે તો જે તે કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવશે.