સુરત : દક્ષિણ ગુજરાતની વર્ષોની જરૂરિયાત અને માગણી હતી એ એર કાર્ગો ટર્મિનલ સુરત એરપોર્ટ ઉપર આજથી કાર્યરત કરવામાં આવેલ છે. સાઉથ ગુજરાતના વાણિજ્ય એવા ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી, ડાયમંડ ઇન્ડસ્ટ્રી, એગ્રો ઇન્ડસ્ટ્રી, જરી ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી તથા ઝીંગા ઇન્ડસ્ટ્રી અને અન્ય ઘણા બધા વ્યવસાયો માટે જરૂરી કાર્ગો ફેસીલિટી 29 જાન્યુઆરી, 2020 થી મળી ગઇ છે.
એરપોર્ટ પર એર કાર્ગો સુવિધાનો પ્રારંભ 13 કરોડથી વધારે રૂપિયા ખર્ચ કરીને બનાવવામાં આવેલ કાર્ગો ટર્મિનલ એક વર્ષમાં 50હજાર ટનથી પણ વધારે સામાન સામગ્રીઓ હેન્ડલ કરવા માટે સક્ષમ છે. સુરત એરપોર્ટ પર આ કાર્ગો ટર્મિનલની સુવિધાઓ તાત્કાલિક ધોરણે સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરવામાં આવશે. અન્ય એરલાઇન્સ એવા એર ઇન્ડિયા એક્સપ્રેસ શારજાહ માટે કાર્ગો સુરત એરપોર્ટથી ચાલુ કરવા માટે ઈચ્છા દર્શાવી છે. સાથેસાથે ઈન્ડિગો અને એર ઇન્ડિયા પણ કાર્ગો ટર્મિનલનો ઉપયોગ કરવા માટે તૈયારીઓ કરી રહ્યાં છે.
આ કાર્ગો ટર્મિનલ સુરત એરપોર્ટ પર કાર્યરત થવાથી સુરતના ઉદ્યોગોને માલસામાનની હેરાફેરી ઝડપી કરવા માટેનો મોકો મળી ગયો છે. જેથી સુરતના ઉદ્યોગો સામાન સામગ્રી ઝડપથી હેરાફેરી કરી શકાશે. ઓર્ડરથી બુક કરેલ સામાનો ટાઈમસર આપી શકાશે. અને ઈમ્પોર્ટ કરતા સામાનો વહેલીતકે સુરતના આંગણે પહોંચવા માટેનો એક મોકો મળી ગયેલ છે.
સુરત એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલનું આજે થયેલ ઉદ્ઘાટન વિધિ સાંસદ સી.આર.પાટીલના હસ્તે થઈ છે. જેમાં સાકના સંખ્યા બંધ મેમ્બરો હાજર રહીને આ પ્રસંગે સપોર્ટ કરવામાં આવેલ હતો. આવનાર દિવસોમાં સુરત એરપોર્ટથી અન્ય એરલાઇન્સ પણ સેવા શરૂ કરવા માટે આ કાર્ગો ટર્મિનલ મુખ્ય ભૂમિકા ભજવશે. કારણ કે આજદિન સુધી ના પાડી રહેલ અન્ય એરલાઇન્સ હવે આ કાર્ગો ટર્મિનલ ચાલુ થઈ ગયેલ હોવાથી સુરતમાં પોતાનું હબ બનાવીને અન્ય શહેર સાથે સુરતને જોડવાનો પ્રયાસ કરશે એવું સાકનું મંતવ્ય છે.
15 હજાર સ્ક્વેર મીટરથી પણ વધારે જગ્યા ધરાવતા આ કાર્ગો ટર્મિનલમાં કોલ્ડ સ્ટોરેજ, લોકર અને અન્ય ઘણી બધી ફેસેલિટી ઉભી કરવામાં આવેલ છે. જેથી આવનારા દિવસોમાં આ કાર્ગો ટર્મિનલ સાઉથ ગુજરાતના વિકાસ માટેનું એક મુખ્યદ્વાર બની જશે.