ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Serial Blast 2008: અમદાવાદ બ્લાસ્ટની તપાસ દરમિયાન સુરત પોલીસને કઈ ચોંકાવનારી માહિતી મળી હતી, જાણો

સુરતમાં વર્ષ 2008માં 29 જીવતા બોમ્બ અને 2 કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે (Explosives found in Surat) અમદાવાદ કોર્ટે આજે આરોપીઓને દોષી જાહેર (Ahmedabad Serial Blast 2008) કર્યા છે. અમદાવાદ બ્લાસ્ટ અને સુરતમાં મળી આવેલા જીવતા બોમ્બ અંગે તપાસ કરી રહેલી ગુજરાત પોલીસને તે વખતે ઘણી ચોંકાવનારી (Gujarat Police Bomb Blast Case Investigation) માહિતી મળી હતી.

Ahmedabad Serial Blast 2008: અમદાવાદ બ્લાસ્ટની તપાસ દરમિયાન સુરત પોલીસને કઈ ચોંકાવનારી માહિતી મળી હતી, જાણો
Ahmedabad Serial Blast 2008: અમદાવાદ બ્લાસ્ટની તપાસ દરમિયાન સુરત પોલીસને કઈ ચોંકાવનારી માહિતી મળી હતી, જાણો

By

Published : Feb 8, 2022, 2:07 PM IST

સુરતઃ શહેરમાં વર્ષ 2008માં 29 જીવતા બોમ્બ અને 2 કારમાં વિસ્ફોટક સામગ્રી મામલે (Explosives found in Surat) અમદાવાદ કોર્ટે આજે આરોપીઓને દોષી જાહેર (Ahmedabad Court convicts 2008 Bomb Blast Accused) કર્યા છે. અમદાવાદ બ્લાસ્ટ અને સુરતમાં મળી આવેલા જીવતા બોમ્બ અંગે તપાસ કરી રહેલી ગુજરાત પોલીસને તે વખતે ઘણી ચોંકાવનારી માહિતી મળી હતી. અમદાવાદ બ્લાસ્ટ અને સુરતમાં મળી આવેલા જીવતા અંગે તપાસ કરી પહેલી ગુજરાત પોલીસને પ્રથમવાર ખબર પડી હતી કે, પ્રતિબંધિત સ્ટૂડન્ટ ઓફ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI) એટલે નામ બદલી ઈન્ડિયન મુજાહિદ્દીન સંગઠન (Banned student of Islamic Movement of India becomes Indian Mujahideen) બનાવીને આ કાવતરું (Conspiracy to carry out bomb blast in Surat) ઘડ્યું હતું.

અમદાવાદ પછી સુરતમાં બ્લાસ્ટનું હતું આયોજન

અમદાવાદ પછી સુરતમાં બ્લાસ્ટનું હતું આયોજન

આ કેસ અંગે સુરતના ક્રાઈમબ્રાન્ચના ACP આર. આર. સરવૈયાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 27 જૂન 2008ના રોજ સુરતને હચમચાવી દેવાનું કાવતરુ (Conspiracy to carry out bomb blast in Surat) ઘડવામાં આવ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast 2008) બાદ સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું આયોજન હતું, પરંતુ સુરતના સદનસીબે આ ગંભીર ઘટના બની નહતી. 27 જૂન 2008ના રોજ સવારે સુરતના પોશ વિસ્તાર સિટી લાઈટ ખાતે આવેલા નૂપુર હોસ્પિટલ સામે પ્રથમ બોમ્બ મળી આવ્યો હતો. ત્યારબાદ એક પછી એક કુલ 29 જીવતા બોમ્બ મળી આવતા સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

સુરત ક્રાઈમબ્રાન્ચના ACPએ આપી માહિતી

સુરતના ક્રાઈમબ્રાન્ચના ACPએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2008માં સુરતના પોલીસ કમિશનર આર. એમ. બ્રાર હતા. તેમણે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે SIT બનાવી હતી, જેમાં હું પણ હતો. હું તે વખતે ક્રાઈમબ્રાન્ચમાં PSI તરીકે ફરજ બજાવતો હતો. આ સમગ્ર મામલે તેઓએ ETV Bharatને અગત્યની માહિતી પણ આપી હતી.

AC રિપેર કરનાર અને અન્ય સામાન્ય પરિવારથી આવનાર આરોપી

સુરતમાં 29 જીવતા બોમ્બ મળી આવ્યા હતા. એટલું જ નહીં પૂણાગામ વિસ્તારમાં 100 બોમ્બ બનાવી શકાય તેટલા વિસ્ફોટક સામગ્રી સાથે 2 કાર પણ મળી આવી હતી. સદનસીબે સર્કિટમાં સમસ્યા હોવાના કારણે એક પણ બોમ્બ બ્લાસ્ટ થયો નહતો. પોલીસે તપાસ શરૂ કરતાં AC રિપેર કરનાર અને અન્ય સામાન્ય પરિવારથી આવનારા તનવીર અને જાહીરની ધરપકડ કરી હતી. ભાડેથી લીધેલા મકાનમાં આવી સ્ફોટક આ સામગ્રી બનાવવા અનેક ઉપકરણ પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો-અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટનો ચુકાદો, 49 દોષીઓને આવતીકાલે સંભાળવશે સજા

નામ બદલી ઈન્ડિયન મુજાહિદ્દીન નામનું સંગઠન બનાવ્યું હતું

આ સમગ્ર મામલે આર. આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, દેશમાં અનેક બ્લાસ્ટની ઘટના બની હતી ત્યારબાદ જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ અને સુરતમાં જીવતા બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રતિબંધિત સિમી સંસ્થાએ નામ બદલી ઈન્ડિયન મુજાહિદ્દીન નામનું સંગઠન (Banned student of Islamic Movement of India becomes Indian Mujahideen) બનાવ્યું હતું. આ સંગઠનમાં સામે લોકોએ પ્લાસ્ટિકની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે, જો સુરતમાં બ્લાસ્ટ થયો હોત તો તે અમદાવાદ કરતા પણ ભયાનક હોત. બ્લાસ્ટની ઘટના બાદ હિંસક ઘટના થાય આ માટે યોજના બનાવામાં આવી હતી.

આ પણ વાંચો-Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે કોર્ટમાં ચુકાદો

UAPA હેઠળની કલમો લગાવવામાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બોમ્બ પ્લાન્ટની ઘટના બાદ નાગરિકો પણ એલર્ટ થઇ ગયા હતા. મોટા ભાગના લોકોએ જ બોમ્બની જાણકારી પોલીસને આપી હતી. ગીચ વિસ્તારોમાં આ બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જેમાં ફ્લાયઓવર બ્રિજથી લઈને ઝાડ પણ સામેલ છે. આ સમગ્ર મામલે 15 FIR કરવામાં આવી હતી. આરોપીઓ પર દેશદ્રોહ અને UAPA હેઠળની કલમો લગાવવામાં આવી હતી. મૂફ્તી અબુબશર આરોપી 4થી 5 વખત સુરત આવ્યો હતો. જ્યારે તનવીર અને ઝહીરને મળ્યો હતો અને દેશ સામે યુદ્ધ કરવા કાવતરું (Conspiracy to carry out bomb blast in Surat) રચ્યું હતું. સામાન્ય પરિવારના યુવાનો કે જે જેહાદી માનસિકતા ધરાવે છે. તેમને સામેલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઝાહીર પટેલ હજી પણ વોન્ટેડ છે. ભરૂચના સાજિદ મન્સૂરીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અમદાવાદ બ્લાસ્ટ (Ahmedabad Serial Blast 2008) અને સુરતમાં બોમ્બ પ્લાન્ટ કેસના આરોપીઓ એક જ હોવાના કારણે એક જ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details