ગુજરાત

gujarat

ETV Bharat / city

ડ્રોનની મદદથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ

બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ (Lathtakand case) સુરત પોલીસની સર્તક થઈ છે, પોલીસ હવે દારૂ વેચનારાઓ પર બાજ નજર રાખી રહી છે. તે અંતર્ગત કેટલી દારૂ ભઠ્ઠીને ઝડપી પાડી છે.

ડ્રોનની મદદથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ
ડ્રોનની મદદથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ

By

Published : Jul 30, 2022, 11:09 AM IST

Updated : Jul 30, 2022, 1:17 PM IST

સુરત : બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજ્યની પોલીસ (Lathtakand case) જાગૃત થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે સુરત જિલ્લા પોલીસ પણ હવે હરકતમાં આવી છે. સુરત જિલ્લા પોલીસ દ્વારા દારૂનું વેચાણ કરતા તત્વો પર બાજ નજર રખાઈ રહી છે. પોલીસ નદી, ખાડીના કિનારા ડ્રોન પર (Surat Police Drone surveillance) સતત ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. કામરેજ ડિવિઝનના DYSP બી.કે.વનાર, કામરેજ પોલીસ સ્ટેશનના PI આર.બી. ભટોળ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન પોલીસ દ્વારા છ જેટલી ભઠ્ઠી ઝડપી લેવામાં આવી છે. સુરત જિલ્લા પોલીસની કામગીરીને લઈને દારૂ વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો :લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ 'જૈસે થે'ની સ્થિતિમાં, ક્યાંક તપાસ તો ક્યાંય હપ્તાખોરી

સુરત પોલીસ એક્શન - લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. આ પહેલા પણ સુરત પોલીસ દ્વારા અનેક દારૂ (Liquor case in Surat) વેચાણ કરતા હોય અને પીધેલાઓ સામે કડક કાર્યવાહી સામે આવી હતી, ત્યારે હવે લઠ્ઠાકાંડ કેસ બાદ સુરત પોલીસ દારૂ વેચાણ કરતા તત્વો પર ડ્રોન દ્વારા નજર રાખી રહી છે. સુરતમાં દારૂ વેચાણ કરતાનો દિવસેને દિવસે વધી રહ્યા હતા, ત્યારે લઠ્ઠાકાંડ જેવા ગંભીર કેસ બાદ હવે દારૂ વેચાણ કરતાઓમાં ભારે (Surat Crime Case) બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો :રોજિદ ચોકડીની ઘટના પછી ગામેગામ દારૂ માટે ઢોલ ટીપીને પડે છે આવો સાદ

દારૂ પીધેલા સામે પણ કેસ - આ ઉપરાંત તાપી જિલ્લા પોલીસને સુરત વિભાગ તેમજ પોલીસ અધિક્ષક દ્વારા (Liquor Case in Tapi) દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલગરો ઉપર કડક કાર્યવાહી કરવા વારંવાર પ્રોહી ડ્રાઇવનું આયોજન કરાતું હોય છે. ત્યારે તાપી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા વિસ્તારમાં છેલ્લા છ માસમાં પ્રોહિબિશનના કુલ 2332 કેસો કરી કુલ 57 લાખ 53 હજાર રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડી દારૂના બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરીના વેચાણના, ભઠ્ઠી/વોશના તેમજ પીધેલાના કેસો કરવામાં આવ્યા છે. તેમજ તાપી જિલ્લામાંથી પોલીસે દારૂની બંદી નેસ્ત નાબુદ કરવા સતત પ્રયત્નશીલ થતી રહે છે.

Last Updated : Jul 30, 2022, 1:17 PM IST

ABOUT THE AUTHOR

...view details