સુરત : વરાછા પોલીસ સ્ટેશનની સામે જ સેન્ટ્રલ બજારમાં આંગડીયા પેઢીમાંથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના (lure to invest in cryptocurrencies ) બહાને હૈદરાબાદના વેપારી પાસેથી રોકડા રૂ.2 કરોડની લૂંટની ઘટના બની હતી. જેમાં ડીસીબી પોલીસે 3 આરોપીને ઝડપી (Accused of two crore robbery arrested ) પાડ્યા છે અને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.
સુમન હીરાપ્રસાદ સિંગ, શાહરૃખ અનવરભાઈ વ્હોરા અને પીન્ટુ કુમાર ઉર્ફે પીકે ઉમાશંકર ચંદ્રકિશોર ઝા ઝડપાયા આ પણ વાંચોઃ Mobile snatcher terror in Surat: સુરતમાં કઈ રીતે માત્ર 2 સેકન્ડમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલની ચોરી થઈ, જુઓ
ગત શનિવારે બની હતી ઘટના
સુરતના વરાછા પોલીસમથકની સામે આવેલા સેન્ટ્રલ બાઝારમાં શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાંથી હૈદરાબાદના વેપારી પાસેથી 2 કરોડની લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. આ મામલે હૈદરાબાદના વેપારીએ ગત શનિવારે વરાછા પોલીસ મથકમાં પિન્ટુ કુમાર ઝા, અમિત, સુમનસિંગ, મધુકર, રાકેશ, રાજુ, વીકી, શાહરુખ વ્હોરા તથા બીજા અજાણ્યાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુરત ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી દેશી રિવોલ્વર સાથે સુરતથી ઝડપાયો
ખોટો સ્ક્રીનશોટ બતાવી ઝપાઝપી કરી
પોલીસ તપાસમાં આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી સેન્ટ્રલ બજારમાં આવેલા શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઈઝ નામ્તીહ આંગડીયા પેઢીની ઓફિસ ઉભી કરી હતી. તેમાં હૈદરાબાદથી વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે લૂંટ કરવાના ઈરાદે (Accused of two crore robbery arrested from Hyderabad trader)બોલાવ્યો હતો. જેમાં આરોપી શાહરૂખ વ્હોરાએ ઓફિસનું સંચાલન કરી આરોપી પીન્ટુ કુમાર ઉર્ફે પી.કે. ઝાના ઈશારે આરોપી સુમનસિંગ આંગડીયાની ઓફિસે આવી વેપારીને વોલેટમાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થઇ ગયેલી હોવાનો (lure to invest in cryptocurrencies )ખોટો સ્ક્રીનશોટ બતાવી ઝપાઝપી કરી 2 કરોડની લૂંટ કરી ફરારથઇ ગયા હતાં. આ ઘટનામાં પોલીસે સુમન હીરાપ્રસાદ સિંગ, શાહરૃખ અનવરભાઈ વ્હોરા અને પીન્ટુ કુમાર ઉર્ફે પીકે ઉમાશંકર ચંદ્રકિશોર ઝાને ઝડપી (Accused of two crore robbery arrested ) પાડ્યા હતાં. પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે.