સુરત:જ્યારે પણ રાજકીય ચૂંટણી ((Gujarat Assembly Election 2022) આવતી હોય છે ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષ કૂદકો મારી જવાની વાતો હવે સામાન્ય થઈ ગઈ છે. ચૂંટણી ટાણે બધા રાજકીય પક્ષો એકબીજાના હોદ્દેદારો, કાર્યકરોને પોતાની તરફ ખેંચી તોડ-જોડની રાજનીતિ કરતા હોય છે. ગુરુવારે વધુ એકવાર સુરત જિલ્લામાં તોડ-જોડની રાજનીતિ થઈ હતી.
સુરતમાં એકસાથે 600 કાર્યકરો પોતાનો પક્ષ છોડી ભાજપમાં જોડાયા આ પણ વાંચો: Gujarat Assembly Elections 2022 : અમદાવાદ જિલ્લા ભાજપે વિસ્તારકોને સોંપી દીધી મહત્ત્વની કામગીરી
600 જેટલા લોકો પોતાના પક્ષના છોડી ભાજપમાં જોડાયા
ઉમરપાડા તાલુકાના ઉમરદા ગામ ખાતે સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને ઉમરપાડા વિસ્તારના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સંગઠન મહામંત્રી, તાલુકા 'આપ'માં સંગઠન પ્રધાન તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડનાર ઘણા ઉમેદવારો તેમજ કાર્યકરો મળી ટોટલ 600 જેટલા લોકો પોતાના પક્ષના છોડી ભાજપમાં (600 workers joined BJP) જોડાયા હતા.
આ પણ વાંચો: PM Modi Talk with BJP Workers: વડાપ્રધાને ગુજરાત ભાજપના પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ, મુખ્યપ્રધાન અને પાટીલ જોડાયા
એક સમયે કોંગ્રેસનો ગઢ હતો ઉમરપાડા તાલુકો
થોડા દિવસ પહેલા પણ પૂર્વ પ્રધાન ગણપત વસાવાના હસ્તે તાલુકા કોંગ્રેસ અગ્રણી અને 20 વર્ષ પહેલાં કોંગ્રેસની ટીકીટ પરથી માંગરોળ વિધાનસભાની ચૂંટણી લડનારા મૂળજી વસાવા તેમજ અન્ય કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉમરપાડા (Umarpada BJP) તાલુકો કોંગ્રેસનો ગઢ હતો. ત્યારે સતત કોંગ્રેસ પક્ષના કાર્યકરો, હોદ્દેદારો ભાજપમાં જોડાતા હાલ ગણ્યા ગાંઠ્યા પક્ષના કાર્યકર, હોદ્દેદારો જ છે.