ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાએ જમવાનું છોડી દેતા થયુ મોત

સુરતમાં પુત્રીને કોરોના થતાં માતાએ પુત્રીની ચિંતામાં જમવાનું છોડી દીધું હતુ. માતાએ જમવાનું છોડી દેતા બીમાર પડ્યા હતા અને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં યોગ્ય સારવાર નહીં મળતા તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પેહલા જ મૃત્યું થયુ હતુ.

સુરતમાં પુત્રીને કોરોના થતાં માતાએ જમવાનું છોડી દેતા થયુ મોત
સુરતમાં પુત્રીને કોરોના થતાં માતાએ જમવાનું છોડી દેતા થયુ મોત

By

Published : Apr 7, 2021, 6:29 PM IST

Updated : Apr 7, 2021, 6:50 PM IST

  • પુત્રીને કોરોના થતાં માતાએ જમવાનું છોડ્યું
  • માતાએ જમવાનું છોડતા તેમની તબિયત લથડી હતી
  • માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
  • સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થયુ હતુ

સુરતઃશહેરમાં એક શ્રમજીવી પરિવારની દીકરીને કોરોના પોઝિટિવ આવતા તેને સુરત સ્મિમેર કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે રાખવામાં આવી હતી અને પુત્રીની ચિંતામાં માતાએ પણ જમવાનું છોડી દીધું હતું. માતાને ડાયાબિટીસ હોવાથી તેમની તબિયત પણ બગડતા તેમને જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં માતાને ઓક્સિજન આપવામાં આવ્યા બાદ ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, તમારી માતાને કોઈ બીજી હોસ્પિટલમાં લઈ જાવ, તેમની પાસે બેડની વ્યવસ્થા નથી. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં લઇ જાય એ પેહલા જ તેમનું મોત થયુ હતુ.

આ પણ વાંચોઃ બારડોલીમાં એક જ દિવસમાં કોરોનાના 58 કેસો નોંધાયા

દીકરીની હાલત ગંભીર છે

માતાની તબિયત બગડતા તેમને જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતો. જેથી જનરલ હોસ્પિટલમાં તેમને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ત્યાંથી તેમને જણાવવામાં આવ્યું હતુ કે, કોઈ બીજી હોસ્પિટલમાં લઇ જાવ, તેમની હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નથી. આ માટે સુરત સ્મિમેર હોસ્પિટલમાં પૂછવામાં આવતા તેમણે પણ ના પાડી હતી અને સુરત સિવિલમાં લઈને જવા જણાવ્યું હતુ. સુરત સિવિલ લાવા માટે તૈયારીઓ શરૂ કરી હતી પરંતુ હોસ્પિટલે લઈ જાય તે પહેલા જ પોતાનો જીવ છોડી દીધો હતો. જોકે, સુરત સ્મિમેર કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલી દીકરીને આ વાતની જાણ જ નથી અને તેની હાલત હાલ ખુબ જ ગંભીર છે.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે 10 વર્ષથી નાના 124 બાળકો કોરોના પોઝિટિવ

મોટી દીકરીને જાણ કરવામાં આવી નથી

સુરતના એક શ્રમજીવી પરિવારમાં એક માતા બે બહેનો તેમાં મોટી દીકરીને કોરોના પોઝિટિવ આવતા સુરત સિમ્મેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે પુત્રીની ચિંતામાં માતાએ જમવાનું છોડી દેતા તેમની તબિયત બગડી હતી. માતાની તબિયત બગડતા જનરલ હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીસ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થતાં તરત ઓક્સિજન આપવામાં આવ્યો હતો. તે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નહીં હોવાથી તેમને સુરત સિવિલ લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન માતાનું મોત થયું હતું. ડૉક્ટરો દ્વારા જાણ કરવામાં આવતા દીકરીને ખબર પડી હતી.

Last Updated : Apr 7, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details