ઘટનાને પગલે પોતાનો જીવ બચાવા કેટલાક વિદ્યાર્થીઓએ બિલ્ડીંગના બીજા માળેથી ઝંપલાવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને જાનહાની થઇ હતી. ત્યારે આત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 20 એ પહોંચ્યો છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. શહેરમાં આવેલી સ્મિમેર હૉસ્પિટલમાં વિદ્યાર્થીઓની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા હતા.
સુરતમાં આગની ઘટનામાં 20ના મોત, મૃતકોની યાદી જાહેર - guajarat
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. જેને લઈ લોકોમાં નાસભાગ મચી હતી. સમગ્ર ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં 20 લોકોના મોત થયા છે. જેમાથી 14 લોકોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.
સુરતમાં ભયાનક આગમાં મૃતકોની યાદી
ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ નીચે મુજબ છે.
મૃતકોની યાદી
- 1. ખુશાલી કિરીટભાઇ કોઠડીયા ઉ.વ 17
- 2. ક્રિષ્ના સુરેશભાઇ ભીકડીયા ઉ.વ 21
- 3. રૂદ્ર ઇશ્વરભાઇ ડોંડા ઉ.વ 18
- 4. એશા રમેશભાઇ ખંડેલા 17
- 5. જાન્વી ચતુરભાઇ વસોયા 17
- 6. મિત દિલીપભાઇ સંઘાણી 17
- 7. હસ્તી હિતેશભાઇ સુરાણી 18
- 8. ઇશા કાન્તિભાઇ કાકડીયા 15
- 9. અંશ મનસુખભાઇ ઠ્ઠુમર 18
- 10. જાન્વી મહેશભાઇ વેકરિયા 17
- 11. વંશવી જયેશભાઇ કાનાણી 18
- 12. કૃતિ નિલેશભાઇ દયાળા 18
- 13. દ્રષ્ટીબેન વિનુભાઇ ખુંટ 18
- 14. રુમિ રમેશભાઇ બલર 17
Last Updated : May 25, 2019, 8:26 AM IST