સુરતઃ દક્ષિણ ગુજરાતના જંગલોમાં અવારનવાર દિપડા જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તો દિપડો લટાર મારતો મારતો શહેરની એક સોસાયટીમાં આવી ગયો હતો. અહીં ખજોદ વિસ્તારમાં સોસાયટીની અંદર દિપડો દેખાતા સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ દિપડાનો વીડિયો પણ (Leapord video viral) બનાવ્યો હતો. ત્યારે હવે વન વિભાગની ટીમ દિપડાની શોધમાં (Forest department in Surat in search of leopard) લાગી છે.
આ પણ વાંચો-દિપડાએ ગણતરીની સેકંડોમાં શિકાર કરી લીધો, જૂઓ વિડિયો
બીજી વખત દેખાયો દિપડો - આમ, સુરતમાં સતત બીજી વખત દિપડો દેખાવવાની ઘટના પ્રકાશમાં (A leopard seen in Surat society) આવી છે. આ વખતે ખજોદ ગામના કૂઈ મહોલ્લામાં આ દિપડો લટાર મારતા જોવા મળ્યો હતો. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ખજોદ ગામમાં શુક્રવારે વહેલી સવારેદિપડોશિકારની શોધમાં તેમના સોસાયટીની અંદર આવી ગયો હતો. સવારે આશરે 5:30 વાગ્યાની આસપાસ કૂઈ ફળિયાના એક મકાન નજીક કારની પાછળ દેખાયો હતો. દિપડાનો આવાજ સાંભળીને ઘરના લોકો બહાર આવી ગયા હતા અને આ વીડિયો (Surat Leapord video viral) બનાવ્યો હતો.
આ પણ વાંચો-Leopard in Amreli : સાવરકુંડલાના આશ્રમમાં કાળી રાતે દીપડાના આંટાફેરા, શ્વાનનો કર્યો શિકાર
વન વિભાગ લાગી કામે -ઉલ્લેખનીય છે કે, ખજોડ ગામમાં થોડાક મહિના પહેલા પણ દિપડા દેખાવાની ઘટના (A leopard seen in Surat society) સામે આવી હતી. જેતે સમયે વન વિભાગના અધિકારીઓએ દિપડાની શોધ (Forest department in Surat in search of leopard) કરી હતી, પરંતુ તે સમયે દિપડો મળ્યો નહોતો. જ્યારે આજે ફરી એક વખત દિપડા દેખાવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા આ દિપડાને પકડવા પાંજરું મૂકવાની દિશામાં તજવીજ હાથ (Forest department in Surat in search of leopard) ધરાઈ છે.