- આયુષ હોસ્પિટલના ICUમાં લાગી આગ
- દર્દીઓને સુરતની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- 5 જેટલા દર્દીઓનું સારવાર દરમિયાન મોત
સુરત: જિલ્લાની આયુષ હોસ્પિટલના ICU વોર્ડમાં ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ગઈ હતી. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લઈને ICU વોર્ડના દર્દીઓનું રેસ્ક્યુ પણ કર્યું હતું. તે દર્દીઓને સુરતની અલગ-અલગ હોસ્પિટલોમાં લઇ જવાયા હતા. ત્યાં સુરતની સિમ્મેર હોસ્પિટલમાં 7 લોકોને, સંજીવની હોસ્પિટલમાં 6 લોકોને અને ડોક્ટર પરમ હાઉસ જ્યાં આગ લાગી હતી ત્યાં બીજા માળે 2 દર્દીઓને સારવાર માટે રાખવામાં આવ્યા હતા. તેમાં સુરત સિમ્મેર હોસ્પિટલમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સંજીવની હોસ્પિટલમાં 3 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો: સિરમૌર જિલ્લામાં ભારતની પ્રથમ કોવિડ આયુષ હોસ્પિટલ શરૂ કરવામાં આવી
કુલ 5 જેટલા દર્દીઓનાં મોત
સુરતના ડેપ્યુટી આરોગ્ય અધિકારી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, સુરતમાં જે આગનો બનાવ બન્યો હતો, તેમાં આગની ઘટના બાદ જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન એક પણ મૃત્યુ થયું નહોતું અને ત્યારબાદ આ ઘટનાની જાણકારી ફાયર વિભાગ પાસે પણ મેં માંગી હતી, ત્યારે એક પણ વ્યક્તિની ડેથ થઇ નહોતી પણ સારવાર માટે જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન અલગ-અલગ હોસ્પિટલમાં કુલ 5 જેટલા દર્દીઓના મોત થયાં હતા.
1.રામજીભાઈ જાદવભાઈ લૂખી (ઉંમર 60)