સુરત : આમ આદમી પાર્ટીના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા 2017 થી ચાલુ કરવામાં આવેલા નમો ટેબલેટ સ્કીમ (Namo Tablet Scheme in Surat) જે છેલ્લા ત્રણ વર્ષથી કુલ 72 હજાર જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી. જેને લઈને આજે રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં સરકારના સત્તાધિકારીઓ, તથા યુનિવર્સિટીના સત્તાધિકારીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરતમાં વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ન મળતાં સત્તાધીશો સામે FIR 72 હજાર વિદ્યાર્થીઓ સાથે પણ દગો - ઉપાધ્યક્ષ CYSS દશીઁત કોરાટે જણાવ્યું કે, 2017માં નામો ટેબ્લેટનું ગુજરાત સરકાર દ્વારા વિમોચન કરવામાં આવ્યું. જ્યારે હું કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો ત્યારે નમો ટેબ્લેટ માટે મેં પણ ફોર્મ ભર્યા હતા. મેં પણ ટેબલેટના 1000 રૂપિયા સરકારને આપ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા મને કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. મેં બધી જગ્યા પર પૂછપરછ કરતા અલગ અલગ જવાબો આપી આશ્વાસન આપવામાં આવે છે. મારી સાથે સાથે 72 હજાર વિદ્યાર્થીઓ સરકાર બે વર્ષથી ટેબ્લેટની (Tablet to Students in Surat) જગ્યાએ દિલાસો આપે છે.
આ પણ વાંચો :Gujarat Tablet Distribution Scheme: અનેક રજૂઆત છતાં રાજ્યના વિદ્યાર્થીઓને નથી મળી રહ્યા ટેબલેટ
અમે ઉચ્ચાપદનો ગુનો દાખલ કરવા પોલીસ સ્ટેશનમાં પોહ્ચ્યા -વધુમાં જણાવ્યુ કે, ક્યાંકને ક્યાંક સરકાર અમારા દ્વારા આપવામાં આવેલા પૈસા નો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. આજે અમે સરકારના તમામ સતા અધિકારીઓ, યુનિવર્સિટી જેમણે ટેબ્લેટની બાંહેધરી આપી હતી. તેમની સામે અમે ઉચ્ચાપદનો ગુનો દાખલ કરવા માટે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Students Surat at Umra Police Station) આપવા માટે આવ્યા છીએ. અમને ભરોસો છે કે, આ ગુનો નોંધીને સરકાર અને ન્યાયતંત્ર અમને ન્યાય અપાવશે.
જો ફરિયાદ નોંધવામાં નહી આવે તો આંદોલન - 72 હજાર જેટલા વિદ્યાર્થીઓનો (Surat Student Youth Struggle Committee) સવાલ છે. આ બધા વિદ્યાર્થીઓ માટે તો એક વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી શકતો હોય તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો શરૂ થશે.અને જો ફરિયાદ નોંધવામાં નહિ આવે તો મારા દ્વારા મારી તૈયારી છે. હું અન્ન જળનો ત્યાગ કરીશ. અને જ્યાં સુધી ફરિયાદ નોંધાવવા નહિ આવે ત્યાં સુધી (Student Movement in Surat) ઉપવાસ કરીશું.
આ પણ વાંચો :સસ્તા ભાવે ટેબલેટ આપવાના બહાને 18 જેટલા ટ્યુશન સંચાલકો સાથે થઇ દોઢ કરોડની છેતરપિંડી
માત્ર 22 ટેબ્લેટ આપવામાં આવ્યા -2020-21 ની નવી બેચ છે. તેમને પણ ટેબલેટ આપવામાં આવ્યા નથી. અને 2021-22ના વિદ્યાર્થીઓને પણ ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. પરંતુ સરકાર દ્વારા બજેટ સત્રમાં 200 કરોડની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ માત્ર અને માત્ર ટાઈફાકરવામાં આવે છે. સરકાર દ્વારા જ્યારે તેમની દિવસોની ઉજવણી કરવાની હતી. જ્ઞાન દિવસ, જ્ઞાનશક્તિ દિવસ ત્યારે સરકાર દ્વારા માત્ર 22 ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. જેથી કરીને જે વિદ્યાર્થીઓ લડી રહ્યા છે તે વિદ્યાર્થીઓ થોડા સમય સુધી શાંત થઈ જાય. પરંતુ એ સરકારની ખૂબ જ મોટી ભૂલ છે. આવી સરકાર સામે જ્યાં (Students of Surat Regarding Tablet Distribution) સુધી લડવું હશે ત્યાં સુધી અમે લડીશું.