- ગત 13મી સપ્ટેમ્બરના રોજ એસીબીએ ગોઠવ્યું હતું છટકું
- છેતરપિંડીનો કેસ નહીં કરવા અને ગુનાના કામે ગાડી નહીં બતાવવા માંગી હતી લાંચ
- અંતે રકઝક બાદ 3 લાખ રૂપિયા લાંચ પેટે નક્કી થયા હતા
બારડોલી: ગત 10મી સપ્ટેમ્બરના રોજ સુરત શહેર વિસ્તારમાંથી કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયેશ જયંતિ નિરજની, પો.કો. અલ્પેશ મોતી દેસાઇ અને દિપક હરગોવિંદ દેસાઇ લાંચની ફરિયાદ કરનારના ભાઈને કામરેજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન ઉપરોક્ત પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે તથા ગાડીનો ગુનાના કામે નહીં બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરુદ્ધ અન્ય છેતરપિંડીના ગુનાઓ નહીં દાખલ કરવાના અવેજ પેટે દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. જો કે રકઝક બાદ 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
છટકા દરમ્યાન લાંચ સ્વીકારી ન હતી
13મી સપ્ટેમ્બરના રોજ સાંજે જમવાની ટિફિન આપવા આવે ત્યારે રૂપિયા 1.20 લાખ અને બાકીના બીજા દિવસે આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આરોપીઓ વિરુદ્ધ સુરત ગ્રામ્ય એન્ટિ કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે 13મી સપ્ટેમ્બરના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપીઓએ લાંચની રકમ સ્વીકારી ન હતી. આથી છટકું નિષ્ફળ જતા એસીબીએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં પુરાવાના આધારે ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું