ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના કામરેજમાં 40 કિલો ગાંજા સાથે મહિલા સહિત ચાર ઝડપાયા - બારડોલી

સુરત જિલ્લા SOG દ્વારા કામરેજ તાલુકાના નવા ગામ નજીકથી 40 કિલો ગાંજા સાથે રીક્ષામાં સવાર મહિલા સહિત ચારને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

સુરત
સુરત

By

Published : Mar 16, 2021, 3:26 PM IST

  • કામરેજના નવાગામ નજીકથી પકડાયા
  • રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો ગાંજાનો જથ્થો
  • કામરેજ ચાર રસ્તાથી બસમાં જવાના હતા રાજકોટ

બારડોલી: સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં નવાગામની સીમમાં જ્યોતિપાર્ક સોસાયટી નજીક રિક્ષામાંથી એક મહિલા સહિત ચાર વ્યક્તિને 40 કિલોગ્રામ ગાંજા સાથે SOG પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ગાંજાનો જથ્થો સુરતથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ 4.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત

એક મહિલા સહિત ચાર વ્યક્તિ ઝડપાયા

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળતા તેમણે નવાગામની સીમમાં જ્યોતિપાર્ક સોસાયટીની સામે સુરતથી કામરેજ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની રિક્ષાને અટકાવી હતી અને તેમાં બેઠેલા એક મહિલા સહિત ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.

ત્રણ બેગમાંથી 40 કિલોથી વધુ જથ્થો મળ્યો

તેમની પાસે રહેલ ત્રણ બેગમાંથી ગેરકાયદે રીતે લઈ જવાતો 40.775 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 4,07,750 નો જથ્થો તેમજ રિક્ષા, મોબાઈલ ફોન, રોકડ રકમ મળી કુલ 4,92,370નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગાંજાનો જથ્થો સુરતથી રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો. એસઓજી પોલીસે ચાર આરોપી લાલો ઉર્ફે શબ્બીર સંધી (રહે, રૂખડિયા પરા ઝૂપડપટ્ટી, મેલડી માતાના મંદિર પાસે રેલ્વે સ્ટેશન પાછળ રાજકોટ), રફીક રજ્જાક પીંજારા (રહે, રૂખડિયા પરા ઝૂપડપટ્ટી, હાજીપીરની દરગાહ પાસે, રેલ્વે સ્ટેશન પાછળ, રાજકોટ), તોફીક સંધી (રહે, આર.એમ.સી ક્વાટર્સ, વૃંદાવન સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ), છોટુ (રહે, અશ્વિનીકુમાર, રેલ્વેલાઇન પાસે, સુરત) ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના નામ:

  1. આરીફ બશીરભાઈ મકરાણી, રાજકોટ
  2. અશોકભાઇ રામજીભાઈ ઘાવરી, રાજકોટ
  3. ભારતીબેન અશોકભાઇ રામજીભાઈ ઘાવરી, રાજકોટ
  4. સંજયભાઈ રાજકરણ પાંડે, અમેઠી

આ પણ વાંચો: જામનગરમાં 1 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details