- પોઝિટિવ દર્દીઓ કરતા નેગેટિવ દર્દીઓ વધુ નોંધાયા
- સુરત ગ્રામ્યમાં કોરાનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા
- વધુ 76 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
સુરત:ગ્રામ્યમાં કોરાનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે વાઇરસના લીધે એકપણ દર્દીનું મોત થયું ન હતુ. વધુ 76 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હાલ 740 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.
આજે કોરાનાના લીધે એકપણ દર્દીનું મોત નહીં
સુરત ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા કરતા નેગેટિવ કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજરોજ 23 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા જયારે 78 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ કોરાના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ થયા હતા અને આજે ગ્રામ્યમાં એકપણ દર્દીનું કોરાનાથી મોત થયું ન હતુ. ગ્રામ્યમાં હાલ 740 દર્દીઓ હજી હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહ્યા છે. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,788 પર અને મુત્યુઆંક 475 પર છે જ્યારે સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 30,573 પર પહોંચી ગઈ છે.