- છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 વીર સપૂતો થયા હતા શહીદ
- શહીદ થયેલા જવાનોના પરિવારોને રૂપિયા 2,50,000ની શૌર્ય રાશી અર્પણ
- મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા શૌર્ય રાશી અર્પણ કરવામાં આવશે
સુરતઃ છત્તીસગઢમાં 22 જવાનો શહીદ થયા છે. ત્યારે આ શહીદ જવાનોના પરિવારને મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા રાશી અર્પણ કરાઈ છે. રાજ્યનું સુરત એટલે કર્ણની ભૂમિ, દાતાઓની દાતારી જે અહીં જોવા મળે છે, એવી દાતારી દેશનાં અન્ય મેટ્રો, આધુનિક, ધનાઢ્ય શહેરોમાં પણ જોવા નથી મળતી. ત્યારે મારુતિ વીર જવાન ટ્રસ્ટ એ વીર શહીદો માટે અર્પિત, તર્પિત અને સમર્પિત છે. બે વર્ષ પહેલા આ સંસ્થા દ્વારા શહીદોને સલામ કાર્યક્રમમાં 122 શહીદ પરિવારોને રૂપિયા 2.5 લાખની શોર્ય રાશિ પ્રદાન કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ, 31 ઇજાગ્રસ્ત અને 21 લાપતા