- સુરતમાં કોરોનાના કાબૂમાં લાવવા મનપા અને આરોગ્યની ટીમ મેદાને
- બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી સંભાળવાની ખૂબ જરૂર
- શાળાએ જતા 450 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા હતા
આ પણ વાંચોઃદેશમાં પ્રથમ કિસ્સો, વડનગર સિવિલમાં પોઝિટિવ મહિલા અને ટ્વીન્સ બેબી કોરોના મુક્ત
સુરત: સુરતમાં કોરોનાને કાબૂમાં લાવવા મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે. મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, માર્ચ પછી 10 વર્ષથી ઓછી વયના 124 નોનસ્કૂલિંગ બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે, શાળાઓ શરૂ હતી ત્યારે શાળાએ જતા 450 જેટલા બાળકો સુરતમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ત્યારે હવે કોરોનાના આ નવા સ્ટ્રેનથી બાળકોને પણ સંભાળવાની જરૂર છે.
આ પણ વાંચોઃરાજકોટઃ વેન્ટિલેટરના સહારે જીવનની શરૂઆત કરનાર નવજાત બાળક થયું કોરોના મુક્ત