ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના હજીરાથી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું ડ્રગ્સ, 225 ગ્રામ ટ્રમડોલ ડ્રગ્સની કિંમત 1.5 કરોડ

સુરતના હજીરાના પોર્ટ પરથી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ પ્રતિબંધિત ટ્રેમાડોલ (ફાયટર ડ્રગ્સ)નો 15 લાખ જેટલો જથ્થો ઝડપી પાડયો છે. આ દવા આફ્રિકન દેશોમાં સપ્લાય કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ દવાના ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલાં ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. બુધવારના રોજ તમામનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ગુરુવારના રોજ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ અત્યાર સુધી 45 લાખ જેટલી ટ્રેમાડોલ આફ્રિકન કન્ટ્રીમાં સપ્લાય કરી દીધી છે. ડીઆરઆઇનાં અધિકારીએ કહ્યું કે, આ દવાનો ઉપયોગ આતંકીઓ કરતા હોય છે. આ એક પ્રકારની પેઇન કિલર છે. ઓરલેન્ડો હેલ્થ કેર સહિતની બે કંપનીના નામે દવા એક્સપોર્ટ કરાતી હતી.

હજીરાથી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું ડ્રગ્સ, 225 ગ્રામ ટ્રમડોલ ડ્રગ્સની કિંમત 1.5 કરોડ
હજીરાથી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું ડ્રગ્સ, 225 ગ્રામ ટ્રમડોલ ડ્રગ્સની કિંમત 1.5 કરોડ

By

Published : Jul 8, 2020, 10:29 PM IST

સુરત: શહેરમાં બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે હજીરાના પોર્ટ પર એક કન્ટેનર ચેક કરતાં તેમાં નાર્કોટિક્સની યાદીમાં આવતી ટ્રેમાડોલના 15 લાખના જથ્થા કે જેની બજાર કિંમત સવા કરોડ જેટલી થાય છે, તે ઝડપી પાડી હતી. સાથે ત્રણ આરોપી હર્ષલ દેસાઈ, મેહુલ દેસાઈ અને કેમિસ્ટ તામલેની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ પૈકી દેસાઈ બંધુ અડાજણ વિસ્તારમાં રહે છે. તમામ આરોપીઓને બુધવારના રોજ સિવિલમાં કોરોના સેમ્પલ માટે મોકલી અપાયા હતા, હવે ગુરુવારના રોજ કોવિડ-19ના ટેસ્ટના પરિણામ આવ્યા બાદ તમામને કોર્ટમાં લઇ જવાશે.

હજીરાથી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું ડ્રગ્સ, 225 ગ્રામ ટ્રમડોલ ડ્રગ્સની કિંમત 1.5 કરોડ
  • સોનગઢમાં ફેક્ટરીમાં દવા બનાવાતી

DRIના સૂત્રોએ કહ્યુ કે આરોપીઓ સોનગઢની ફેકટરીમાં દવા બનાવતા હતા. ત્યાંથી તેને હજીરા પોર્ટ પર લાવવામાં આવતી હતી અને બાદમાં શિપિંગ મારફત એક્સપોર્ટ કરાતી હતી. સોનગઢની ફેક્ટરી પણ હાલ સિલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેની પાસે લાયસન્સ હોય તેઓએ જેટલી માત્રામાં દવાના ઉપ્તાદન કરવાની છૂટ મળી હોય તેટલી જ ઉત્પાદન કરી શકાય આરોપીઓ નિયમ પ્રમાણ કરતા વધુ દવા બનાતવા હતા.

સુરતના હજીરાથી આફ્રિકા મોકલાઈ રહ્યું હતું ડ્રગ્સ, 225 ગ્રામ ટ્રમડોલ ડ્રગ્સની કિંમત 1.5 કરોડ
  • ડબલ લોકની સિસ્ટમ હોય

ટ્રેમાડોલનો દુરપયોગ થવાને પગલે 26 એપ્રિલ 2018ના દિવસે ભારત સરકારે નોટિફિકેશન બહાર પાડીને આ દવાને નાર્કોટિક ડ્રગ એન્ડ ફિઝિયોટ્રોપિક સબસ્ટેન્સ(એનડીપીએસ)ના કાયદા હેઠળ આવરી લીધી. આવી દવા ડબલ લોકમાં રાખવાની હોય છે. આ દવાની વેચાણ અને ખરીદીના આકરા નિયમ પાળવા પડે છે.

ABOUT THE AUTHOR

...view details