ગુજરાત

gujarat

ETV Bharat / city

સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી - Valsad

વલસાડ જિલ્લા સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કોરોનાની વેકસીન લીધા બાદ શરીરમાં મેગ્નેટ પાવર ઉત્પન્ન થતો હોવાના કિસ્સા નોંધાયા છે. આવો જ કિસ્સો દાદરા નગર હવેલીમાં પ્રકાશમાં આવ્યો છે. એક યુવતીએ વેકસીન લીધા બાદ તેના શરીર પર ચુંબકીય અસર થતી હોવાનું સામે આવ્યું છે.

સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી
સેલવાસના દાદરામાં વેક્સિન લીધા બાદ યુવતીના શરીરમાં ચુંબકીય પ્રક્રિયા જોવા મળી

By

Published : Jun 24, 2021, 9:01 PM IST

વલસાડ બાદ ગુજરાતમાં પણ નોંધાયો વેક્સિન લીધા બાદ મેગ્નેટ પાવરનો કિસ્સો

વેક્સિન લેનાર યુવતીના શરીરમાં મેગ્નેટ પાવર ઉત્પન્ન થયો

4 દિવસથી શરીરમાં વર્તાઈ રહ્યો છે મેગ્નેટ પાવર

વલસાડ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા દાદરા ગામે મનીષા શર્મા નામની યુવતીએ 20મી જૂને કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો હતો. જે બાદ જેમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વેક્સિન લેનારા લોકોના શરીરમાં મેગ્નેટ પાવર ઉત્પન્ન થઈ રહ્યો છે. તેવી જ ચુંબકીય અસર તેમના શરીર પર પણ વર્તાઈ હતી.

દાદરા નગર હવેલીમાં પણ વેક્સિન લીધા બાદ ચુંબકીય પ્રક્રિયાનો કિસ્સો આવ્યો સામે

કોરોના વાયરસ સામે રક્ષણ આપતીવેક્સિનનો ડોઝ લીધા બાદ શરીરમાં ચુંબકીય પ્રક્રિયા ઉત્પન્ન થતી હોવાના કેટલાક કિસ્સા ગુજરાતમાં નોંધાયા છે. ત્યારે એવો જ કિસ્સો દાદરા નગર હવેલીમાં પણ નોંધાયો છે. દાદરા ગામે રહેતી મનીષા શર્મા નામની યુવતીએ 20મી જૂને કોરોનાની વેક્સિનનો ડૉઝ લીધો હતો. જે બાદ એક દિવસ તાવ આવ્યો હતો.

લોખંડની ચીજવસ્તુઓ હાથ પર ચીપકે છે

બીજા દિવસે તેના હાથ પર લોખંડની ચીજવસ્તુઓ ચીપકતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારે આ પ્રકારની સમસ્યા થતી હોવાના અગાઉના કિસ્સા પણ તેના ધ્યાને હતા. એટલે તેણે તેના હાથ પર ધાતુની ચીજો મૂકીને જોયું તો લોખંડની ચીજવસ્તુઓ તેમના હાથ પર ચીપકી જતી હતી.

ચુંબકીય અસર ઘટી રહી છે

જો કે, આ અંગે મનીષાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે જ્યારે ચેક કર્યું, ત્યારે જે હાથ પર વેક્સિન લીધેલી તે હાથના કાંડા અને કોણી સુધીના ભાગ પર ચમચી, સિક્કા, ચાવી વગેરે ચીપકી જતા હતાં. હાલમાં ત્રણેક દિવસ બાદ તેની અસર ઓછી થઈ છે. હવે વેક્સિનવાળા ભાગ પાસે જ તેની અસર વર્તાય છે. કદાચ એવું શરૂઆતમાં રહેતું હોય અને ધીરે-ધીરે તેની અસર ઘટી જતી હોય તેવું માની શકાય.

ABOUT THE AUTHOR

...view details