ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે બે મહિલાઓ પર કર્યું ફાયરીંગ - Surat Police

સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે મને જન્મદિવસની વિશ કેમ નથી કરી તેમ કહી બે મહિલાઓ સાથે ઝગડો કર્યો હતો અને બાદમાં રોષે ભરાઈને મહિલાઓ પર ફાયરીંગ કરી દીધું હતું. જેમાં એક મહિલાને માથાના ભાગે ગોળી વાગતા તેને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે બે મહિલાઓ પર કર્યું ફાયરીંગ
સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે બે મહિલાઓ પર કર્યું ફાયરીંગ

By

Published : Apr 22, 2021, 5:58 PM IST

  • લીસ્ટેડ બૂટલેગરે બે મહિલા સાથે ઝગડો કર્યો
  • મને જન્મદિવસની વીશ કેમ નથી કરી તેમ કહી બૂટલેગરે મહિલાઓ પર ફાયરીંગ કર્યુ
  • ફાયરીંગમાં એક મહિલાને માથાના ભાગે ગોળી વાગી

સુરતઃ શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વો અને ગુનેગારો બેફામ થઇ રહ્યા છે. પોલીસનો જાણે કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગોડાદરાના રાધા કૃષ્ણ મંદિર પાસે આવેલા બાંકડા પર બે મહિલા બેસી હતી. તે દરમિયાન લીસ્ટેડ બુટલેગર રામુ ગોસ્વામી ત્યાં આવ્યો હતો અને મારા જન્મદિવસે મને વિશ કેમ ના કર્યો તેમ કહી તેમજ અન્ય વાતને લઈને ઝગડો થયો હતો. જેથી રોષે ભરાઈને લીસ્ટેડ બુટલેગરે ફાયરીંગ કર્યું હતું. જેમાં સંગીતાબેન ગોવિદભાઈ આહિરને માથાના ભાગે ગોળી વાગતા તેઓને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે શુશીલાબેનની ફરિયાદના આધારે લીસ્ટેડ બુટલેગર સામે હત્યાનો પ્રયાસ અને અમાર્સ એક્ટ તેમજ અન્ય ગુનાઓ હેઠળ ગુનો નોંધી તેને પકડવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે બે મહિલાઓ પર કર્યું ફાયરીંગ

આ પણ વાંચોઃ મોરબીના ખાટકીવાસમાં બાઈક અથડાવવા મુદે ફાયરિંગમાં 2ના મોત, 4 ઈજાગ્રસ્ત

આ ઘટનાનો આરોપી હાલ ફરાર

ફાયરિગ કરનારા આરોપી રામુ લીસ્ટેડ બુટલેગર છે. બે વખત તે પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો છે. અગાઉ તેઓના વિરુદ્ધ પ્રોહીબીશનના ગુના પણ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ ઘટનામાં પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. આ ફાયરીંગની ઘટના કરફ્યૂના સમયમાં બની હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બીજા દિવસે ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની વિઝીટ કરી આસપાસના રહેવાસીઓની પૂછપરછ પણ કરી હતી. ત્યારે આ ઘટનામાં આરોપી હાલ ફરાર છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં લીસ્ટેડ બૂટલેગરે બે મહિલાઓ પર કર્યું ફાયરીંગ

ABOUT THE AUTHOR

...view details