ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી કર્મચારી રાજકીય રેલીમાં જોડાતા કરાયો બરતરફ

સેલવાસઃ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ચૂંટણી વિભાગે ચૂંટણી કામગીરીમાં બેદરકારી દાખવનાર એક કર્મચારીને તાત્કાલિક બરતરફ કરી દીધો છે. ચૂંટણી કર્મચારી તરીકે ફરજ બજાવવાને બદલે રાજકીય પક્ષની રેલીમાં ભાગ લેનાર આ કર્મચારી વિરુદ્ધ આચારસંહિતા ભંગ હેઠળ ચૂંટણી વિભાગે લાલ આંખ કરતા અન્ય ચૂંટણી કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 17, 2019, 10:37 AM IST

દાદરાનગર હવેલીમાં ચૂંટણી વિભાગે પોતાના એક કર્મચારી સામે ચૂંટણીમાં દાખવેલી લાપરવાહી ઉપર લાલ આંખ કરી છે. જે સંદર્ભમાં મધુસુદન સામલ નામના ચૂંટણી કામગીરીના કર્મચારીને બરતરફ કરાયો હતો. મધુસુદન સામલ નામનો આ કર્મચારી નેશનલ હેલ્થ મિશનમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના કન્સલ્ટન્ટના પદ ઉપર કાર્યરત છે. તેમને તત્કાલ અસરથી મંગળવારના પોતાની સેવામાંથી બરતરફ કરી દેવાયો હતો.

મધુસુદન સામલ વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, તે કોઈ રાજકીય પક્ષની રેલીમાં ભાગ લઇ રહ્યો છે. જે આધાર પર આ ઘટનાને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન માની ગંભીર બેદરકારી બદલ ચૂંટણી વિભાગ તરફથી શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.

ફટકારેલી નોટિસનો જવાબ મધુસુદન સામલે આપ્યો હતો પરંતુ, જે આધાર પુરાવા મળ્યા તે ગંભીરજનક હોવાથી તે આધારે તેમના જવાબને સંતોષ જનક નહિ માની તેમની વિરુદ્ધ આચારસંહિતાનું ગંભીર ઉલ્લંઘન માની સચિવ (હેલ્થ) અને R O ના નિર્દેશ અનુસાર મધુસુદનને તેમની કામગીરીમાંથી બરતરફ કરી દીધો હતો. ચૂંટણી વિભાગની આ સખ્ત કાર્યવાહીને પગલે અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ABOUT THE AUTHOR

...view details