ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી 2 ડબ્બા રાખવા ફરજિયાત

સમગ્ર દેશ આજે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરીઓ વચ્ચે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલી છે. જેમાં શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકો પરસ્પર કોરોનાના વાહક ન બને તેની તકેદારીના ભાગરૂપે પૈસાની લેવડ-દેવડ કરવા માટે બે ડબ્બા (ગલ્લા) રાખવાની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

vegetable-traders-are-required-to-keep-two-boxes-for-money-transactions-in-rajkot
રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી બે ડબ્બા રાખવા ફરજિયાત

By

Published : May 13, 2020, 7:51 PM IST

રાજકોટઃ સમગ્ર દેશ આજે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરીઓ વચ્ચે એક અનોખી પહેલ શરૂં કરવામાં આવેલી છે. જેમાં શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકો પરસ્પર કોરોનાના વાહક ન બને તેની તકેદારીના ભાગરૂપે પૈસાની લેવડ-દેવડ કરવા માટે બે ડબ્બા (ગલ્લા) રાખવાની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી બે ડબ્બા રાખવા ફરજિયાત
રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી બે ડબ્બા રાખવા ફરજિયાત

આ અંગે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, નિષ્ણાતોના કહેવા અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ જે ચીજવસ્તુને સ્પર્શ કરે તે ચીજવસ્તુ સાથે સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ આ વાઈરસ બીમાર પાડી શકે તેવી શક્યતા નકારી શકાય નહી. આ બાબતને નજર સમક્ષ રાખી શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકોના સ્વાસ્થ્યના હિતમાં વોર્ડ નં.7માં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા પૈસાની લેવડદેવડ માટે એક નહી પરંતુ બબ્બે ડબ્બા સાથે રાખે છે. જે પૈકી એક ડબ્બો પૈસા લેવા માટે અને બીજો ડબ્બો પૈસા પાછા આપવા માટે અલગ રખાયો છે.

રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી બે ડબ્બા રાખવા ફરજિયાત
રાજકોટમાં શાકભાજીના ધંધાર્થીઓએ પૈસાની લેવડદેવડ માટે હવેથી બે ડબ્બા રાખવા ફરજિયાત

આ નવી વ્યવસ્થા વિશે વોર્ડ નં.7માં જાગનાથ વિસ્તારમાં હાલના તબક્કે, શાકભાજી વેચતા સાતથી આઠ જેટલા ધંધાર્થીઓને પોતાની રેંકડીમાં પૈસાની લેવડદેવડ માટે બે જુદા-જુદા ડબ્બાનો ઉપયોગ શરૂ કરવા સમજાવવામાં આવ્યા હતાં. તેઓએ આ નવી સિસ્ટમ અમલમાં પણ મૂકી દીધી છે. ગ્રાહકોએ શાકભાજી ખરીદી કર્યા બાદ જાતે જ તેના નાણાં એક ડબ્બામાં નાંખી દેવાના હોય છે. ગ્રાહકો પાસેથી આવતા આ પૈસાને શાકભાજીના ધંધાર્થી 24 કલાક સુધી હાથ પણ અડાવતા નથી. નિષ્ણાતોના મત અનુસાર 24 કલાકમાં વાઇરસ ખતમ થઇ જતો હોય છે. એટલે ધંધાર્થી 24 કલાક બાદ તેનો ઉપયોગ કરે તે ઇચ્છનીય છે. ગ્રાહકોએ વધ-ઘટના નાણાં પાછા લેવા માટે ત્યાં બીજા ડબ્બામાં રહેલા પૈસામાંથી પોતાનો હિસાબ સરભર કરવાનો રહેશે.

ABOUT THE AUTHOR

...view details