- રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
- બેરોજગારી મુદ્દે વિરોધ કરવા એનએસયુઆઈ આવ્યું મેદાને
- કાર્યકર્તાઓએ બુટ પોલીશ કરી સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર
- NSUIના કાર્યકર્તાઓએ યુવાનોને રોજગારી આપોના સૂત્રોચ્ચાર કર્યા
રાજકોટમાં NSUIનો અનોખો વિરોધ, બૂટ પોલિશ કરી બેરોજગારીનો કર્યો વિરોધ
રાજકોટઃ એક તરફ કોરોનામાં લૉકડાઉન બાદ લાખો યુવાનોએ નોકરી ગુમાવી છે. અને હજી પણ ઘણા લોકો કામધંધા વગર ઘરે બેરોજગાર બેઠા રહ્યા છે. રાજકોટમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ બેરોજગારી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ બુટ પોલીશ કરી અનોખો વિરોધ કર્યો હતો. આ સાથે જ કાર્યકર્તાઓએ 'યુવાનોને રોજગારી આપો'ના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
રાજકોટમાં NSUIનો અનોખો વિરોધ, બૂટ પોલિશ કરી બેરોજગારીનો કર્યો વિરોધ પોલીસે તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત
જોકે, એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ એટલો ઉગ્ર બની ગયો હતો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં દિવસેને દિવસે બેરોજગારીનો ગ્રાફ ઊંચો જ જઈ રહ્યો છે. એટલે યુવાનો અને એનએસયુઆઈના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં NSUIનો અનોખો વિરોધ, બૂટ પોલિશ કરી બેરોજગારીનો કર્યો વિરોધ ભરતી તો કરવામાં આવે છે પરંતુ કૌભાંડ થાય છેઃ NSUI
યુવાનોને રોજગારી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકારી ખાતામાં જગ્યા ખાલી હોવા છતા ભરતી કરવામાં આવતી નથી. જો ભરતી કરવામાં આવે તો પણ ત્યાં પારદર્શિતા જોવા મળતી નથી એટલે ભરતી કૌભાંડ કરવામાં આવે છે. આના કારણે બેરોજગારીનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ અંગે પોલીસને જાણ થતા દોડી આવી હતી અને એનએસયુઆઈના 10 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.