ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ શનિવારથી બંધ થશે - બસ પોર્ટ

રાજકોટમાં ઠેબર રોડ ખાતે કરોડોના ખર્ચે બનેલું નવું બસ પોર્ટ લોકાર્પણ બાદ વિધિવત રીતે શરૂ કરવામાં આવ્યું છે. હવે અહીં નવા બસ સ્ટેન્ડની કામગીરીના કારણે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કામચલાઉ બસ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવ્યું હતું, જે છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી શરૂ હતું ,પરંતુ હવે તેને બંધ કરવાનો નિર્ણય એસટી વિભાગે લીધો છે. તેમ જ આ શાસ્ત્રી મેદાનને હવે જિલ્લા કલેક્ટર તંત્રને સોંપવામાં આવશે.

રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ શનિવારથી બંધ થશે
રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ શનિવારથી બંધ થશે

By

Published : Jan 27, 2021, 4:11 PM IST

  • રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ થશે બંધ
  • પોરબંદર સહિતની જગ્યાએ જવાની બસ નવા બસ પોર્ટ પરથી ઉપડશે
  • 28 જાન્યુઆરીથી નવા બસ પોર્ટ પરથી જ ઉપડશે તમામ બસ

રાજકોટઃ રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કામચલાઉ બસ સ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું હતું. જો કે, હવે 30 જાન્યુઆરીએ આ બસ સ્ટેન્ડ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ નવા બસ પોર્ટ ખાતેથી તમામ રૂટ ચાલુ કરવામાં આવશે. પોરબંદર, જૂનાગઢ, ઊના, કોડીનાર, સોમનાથ, દીવ, ગોંડલ, લોધીકા, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, વેરાવળ, બગસરા, ઘારી, કુંકાવાવ, તુલસીશ્યામ જતી બસો 28 જાન્યુઆરીથી નવા બસ પોર્ટ પરથી ઉપડશે.

શનિવારથી રાજકોટનું શાસ્ત્રી મેદાન ખાતેનું કામચલાઉ બસ સ્ટેન્ડ થશે બંધ

30 જાન્યુઆરીથી ભાવનગર, બોટાદ, ગઢડા, જસદણ, અમરેલી, સાવરકુંડલા, તળાજા, વિંછિયા, સારંગપુર જતી બસો પણ નવા બસ પોર્ટથી ઓપરેટ થશે.

ABOUT THE AUTHOR

...view details