- રાજકોટમાં કોરોના કેસમાં વધારો યથાવત્
- રાજકોટ શહેર કમિશ્નરએ કોરોના ગાઈડ લાઈનના નિયમો કર્યા કડક
- દુકાનના માલિક તથા ગ્રાહકે માસ્ક પહેરવું ફરજીયાત
રાજકોટ: શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દર એક કલાકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 2થી3 દર્દીના મોત થય રહ્યા છે.પોઝિટિવ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું નિવેદન આવ્યું છે કે શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સની ચુસ્ત અમલવારી કરવામાં આવશે કોઇપણ વેપારી,પાન ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા ગ્રાહક માસ્ક વગર જણાશે તો તેની દુકાન 7 દિવસ સુધી સીલ કરવામાં આવશે.
ધંધાર્થીઓ પોતે માસ્ક વગર અથવા ગ્રાહક માસ્ક વગર જણાશે તો દુકાન 7 દિવસ સુધી સીલ કરવામાં આવશે આ પણ વાંચો :કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી બહાર જનારા 4 લોકો વિરૂદ્ધ રાજકોટ મ.ન.પા.એ ફરિયાદ નોંધાવી
બે દિવસમાં રાત્રી કર્ફ્યૂ ભંગના 200થી વધારે કેસ કરવામાં આવ્યા
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તમામ સોસાયટી-એપાર્ટમેન્ટના પ્રમુખને પોતાની સોસાયટી અને ફ્લેટમાં જવાબદારીઓ નિભાવવા અપીલ કરવામાં આવી.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.બે દિવસમાં રાત્રી કર્ફ્યૂ ભંગના 200થી વધારે કેસ કરવામાં આવ્યા છે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે.