ગુજરાત

gujarat

ETV Bharat / city

અષાઢી બીજના શુભ દિવસથી રાજકોટનું નવું બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું

આજે અષાઢી બીજના દિવસે રાજકોટનું નવું બસ સ્ટેશન જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓનું ટેમ્પરેચર માપવામાં આવ્યા બાદ જ બસ સ્ટેન્ડમાં એન્ટ્રી આપવામાં આવશે.

etv bharat
etv bharat

By

Published : Jun 23, 2020, 2:14 PM IST

Updated : Jun 23, 2020, 4:10 PM IST

રાજકોટ: આજથી પ્રવાસીઓ માટે રાજકોટનું નવું બસ સ્ટેન્ડ ખુલ્લુ મુકાયું છે. શહેરથી અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓના રૂટની બસ નવા બસસ્ટેન્ડ પરથી ઉપડશે. પ્રથમ તબક્કામાં શાસ્ત્રીમેદાનના 8 પ્લેટફોર્મ જેમાં પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, બરોડા, સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર તરફ જતી કુલ 301 બસ સર્વિસનું આવન-જાવન નવા બસસ્ટેન્ડથી ચાલુ કરવામાં આવ્યું છે.

અષાઢી બીજના દિવસે રાજકોટનું નવુ બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું

આ બસ સ્ટેશન પર પ્રવાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે. જેમાં 4 થી 11 નંબરના પ્લેટફોર્મ પરથી બસો રવાના થશે. પ્લેટફોર્મ નં. 4, 5 અને 6 પરથી અમદાવાદ, ગાંધીનગર, મોડાસા, હિંમતનગર, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, દીયોદર, થરાદ, પ્રાતિજ, પાટણ, ઇડર, ખેડબ્રહ્મા, અંબાજી અને શામળાજીની બસ ઉપડશે.

બસ સ્ટેશન પર મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરો મળી રહેશે

આંતરરાજ્ય બસ શરૂ કરવાની છૂટ અપાતા ઉદયપુર અને રાજસ્થાન તરફની બસ પણ 4, 5 અને 6 નંબરના પ્લેટફોર્મ પરથી મળશે.

પ્લેટફોમ નં.7 અને 8 પરથી લીંબડી, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા, વલસાડ, વાપી, ધરમપુર અને સાપુતારા,નાસિક, શીરડી અને મહારાષ્ટ્ર સુધીની બસ ઉપડશે.

મુસાફરોનું ટેમ્પરેચર માપવામાં આવ્યા બાદ જ બસ સ્ટેન્ડમાં એન્ટ્રી

9,10 અને 11 નંબરનાં પ્લેટફોર્મ પરથી ચોટીલા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા, રાધનપુર, ડાકોર, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, ક્વાંટ, ગાંગરડી, ઝરીખરેલી, પંચમહાલ અને મધ્યપ્રદેશની બસો મળશે.

અષાઢી બીજના દિવસે રાજકોટનું નવુ બસ સ્ટેશન શરૂ કરાયું
Last Updated : Jun 23, 2020, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details