- દર્દીના સગાને ઈન્જેક્શન માટે કર્યો મેસેજ
- દર્દીને પૂછતા કોઇ પણ ઇન્જેક્શન ન મૂક્યાનું બહાર આવ્યું હતું
- ઇન્જેક્શનના બહાને લઇ પૈસા પડાવવામાં ભાજપના કાર્યકરનું નામ
રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરમાં ચોથા માળે સારવાર લઈ રહેલા દર્દીના મામાને મોબાઈલમાં મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે, તમારા દર્દીને
બે રેમડેસવીર ઈન્જેક્શન આપવાની જરૂરિયાત ઉભી થઈ છે અને હોસ્પિટલમાં વ્યવસ્થા નથી તેથી ઝડપથી વ્યવસ્થા કરો. દર્દીના સગાએ મેસેજ વાચી ઈન્જેક્શન શોધવા પ્રયાસો કર્યા બાદ તેને શંકા ઉપજી હતી કે સિવિલમાં તો રેમડેસીવીર હોય છે અને બહાથી કયારેય લેવાનું કહેવાયુ નથી. આમ છતા કદાચ દર્દીઓ ખુબ વધી ગયા હોવાથી ખૂટી ગયા હશે તેમ લાગ્યુ હતુ. તે દરમિયાન મેસેજ કરનારે ફોન કરીને કહ્યું કે, જો તમારાથી ઈન્જેક્શનની વ્યવસ્થા ન થાય તો અમે વ્યવસ્થા કરી દઈશુ. જે પૈસા થાય તે સવારે આપી દેજો, જેથી તેઓ સંમત થયા હતા.
આ પણ વાંચોઃવડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી
પોલીસે દર્દીના સગાના મોબાઈલમાંથી શખ્સને ફોન કરી પૈસા લઈ જવા માટે બોલાવ્યો હતો
આ અંગે ફરી બીજા દિવસે સવારે ફોન આવ્યો હતો. તમારા દર્દીને બે ઈન્જેકશન આપી દેવામાં આવ્યા છે. હવે પૈસાનો વહિવટ કરી નાખજો. આથી દર્દીના સગાને શંકા જતા તેને કોવિડ સેન્ટરમાં દર્દી સાથે ફોનમાં વાત કરતા ખબર પડી કે, તેને કોઈ પણ જાતના ઈન્જેકશન આપવામાં આવ્યા ન હોવાનુ જણાવ્યું હતું. ત્યારબાદ બનાવને પગલે જાણ થતા પ્ર.નગર પોલીસે દર્દીના સગાના મોબાઈલમાંથી શખ્સને ફોન કરી પૈસા લઈ જવા માટે બોલાવ્યા હતા. ત્યારે પૈસા લેવા આવેલા મયુર નામના શખ્સની પૂછતાછ કરતા પોતે સિક્યુરીટી સુપર વાઇઝર હોવાની ઓળખાણ આપી હતી. પરંતુ તપાસ કરતા તે સિક્યુરીટીમાં ન હોવાનું ખુલતા પોલીસે તેની અટકાયત કરી આકરી પૂછતાછ કરતા ભાજપ કાર્યકર સંજય ગૌસ્વામીનું નામ બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.