ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જ્વેલરી માર્કેટના વેપારીઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે વિધિવત રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બજેટને રાજકોટ ગોલ્ડ એસોસિએશન દ્વારા અવકારવામાં આવ્યું છે. ખાસ કરીને કોઈ નવા ટેક્સ સરકાર દ્વારા વેપારીઓ પર ન નાખવામાં આવતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. જ્યારે જેમ્સ એન્ડ જ્વેલરીમાં અઢી ટકા સુધીની રાહત આપવામાં આવતા સોની વેપારીઓએ પણ બજેટને આવકાર્યું હતું.

રાજકોટ જ્વેલરી માર્કેટના વેપારીઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું
રાજકોટ જ્વેલરી માર્કેટના વેપારીઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું

By

Published : Feb 1, 2021, 7:20 PM IST

  • કેન્દ્રીય નાણાં પ્રધાને રજૂ કર્યૂ બજેટ
  • રાજકોટ ગોલ્ડ એસોસિએશને બજેટને આવકાર્યું
  • ઇન્પોર્ટ ડ્યુટીમાં રાહત આપવાની માંગ હતી તે પૂર્ણ થઈ

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે વિધિવત રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આ બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી મયુર અડેસરાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ગોલ્ડ માર્કેટની છેલ્લા કેટલાક સમયથી જે ઇન્પોર્ટ ડ્યુટીમાં રાહત આપવાની માંગ હતી તે પૂર્ણ થઈ છે. કેન્દ્રીય બજેટમાં અઢી ટકા ડયુટી જેમ્સ એન્ડ જ્વેલરી પર ઘટાડવામાં આવી છે. જે ખૂબ જ આવકાર દાયક છે. છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલી જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં તેજી પણ આવશે.

સોના ચાંદી પર ડ્યુટીમાં 2.5% ટકા ઘટાડો

સામાન્ય બજેટમાં સોના ચાંદી પર ડ્યુટીમાં 2.5% ટકા ઘટાડો કરવામાં આવતા આગામી દિવસોમાં સોનુ અને ચાંદી સસ્તું થશે અને મધ્યમ અને સામાન્ય જનતાને એનો સીધો લાભ મળી શકશે. આ સાથે જ સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો થશે. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ દ્વારા આ સામાન્ય બજેટને અવકારવામાં આવ્યું છે.

રાજકોટ જ્વેલરી માર્કેટના વેપારીઓ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details