રાજકોટઃ જસદણ તાલુકાના ગોખલાણા ગામમાં આવેલા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. વનરાજ રામજીભાઈ ખેતરિયા (ઉં.વ. 23) નામના યુવકની ગોખલાણા ગામે આવેલા તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા જ જસદણ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
રાજકોટના જસદણના તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મળ્યો મૃતદેહ
રાજકોટમાં જસદણ તાલુકાના ગોખલાણા ગામમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે યુવકે તળાવમાં ઝંપલાવ્યું છે કે પછી તળાવમાં ન્હાવા પડ્યોને ડૂબો ગયો તે અંગે વધુ તપાસ જસદણ પોલીસે હાથ ધરી છે.
રાજકોટના જસદણના તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
એક કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવકના મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવકે તળાવમાં ઝપલાવ્યું છે કે પછી તળાવમાં નહાવા પડયોને ડૂબી ગયો છે તેને લઈને જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.