ગુજરાત

gujarat

ETV Bharat / city

Std-10-12 Repeater Board Examination: વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માગ

રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના રિપીટર ( Std-10-12 Repeater Board Examination ) વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાઈ રહી છે. ત્યારે સવારે 10 વાગ્યે ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર યોજાયું હતું. જોકે વિદ્યાર્થીઓએ હજુ પણ માસ પ્રમોશનની ( Students Demand for Mass Promotion ) માગણી કરી હતી.

Std-10-12 Repeater Board Examination: વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માગ
Std-10-12 Repeater Board Examination: વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માગ

By

Published : Jul 15, 2021, 5:52 PM IST

  • ધો-10 અને 12ની રિપીટરની બોર્ડની પરીક્ષા શરુ
  • વિદ્યાર્થીઓની માસ પ્રમોશનની માગ
  • રાજકોટમાં 23936 રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા

રાજકોટ: રીપીટર તરીકે પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોતાના પરીક્ષા કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. પરીક્ષા અગાઉ અલગ અલગ પરીક્ષા કેન્દ્રને શાળા તંત્ર દ્વારા સેનેટાઇઝર કરવામાં આવી હતી. ( Std-10-12 Repeater Board Examination ) વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસી શકે તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓએ જેમાં બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમ રિપીટરને પણ માસ પ્રમોશન ( Students Demand for Mass Promotion ) આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
કુલ 23936 રિપીટર વિદ્યાર્થીઓ નોંધાયા

રાજકોટ શહેર અને જિલ્લામાં ધોરણ 10 અને 12 કુલ 23936 જેટલા વિદ્યાર્થીઓ ( Std-10-12 Repeater Board Examination ) નોંધાયા છે. ત્યારે આજે રિપીટર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર હતું. જેમાં સવારના સમયે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને બપોર બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 16,300, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 6638, વિજ્ઞાન પ્રવાહમાં 998 જેટલા વિદ્યાર્થીઓ રીપીટર તરીકે નોંધાયા છે. તેમજ આ વિદ્યાર્થીઓ 108 જેટલી બિલ્ડીંગ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ હજુ પણ માસ પ્રમોશનની માગણી કરી હતી

પરીક્ષાર્થીઓની માસ પ્રમોશનની માગ

જ્યારે કોરોનાની મહામારીના કારણે ગુજરાત સરકાર દ્વારા બોર્ડમાં ધોરણ 10 અને ધોરણ 12માં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને લઈને આજે બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓ ( Std-10-12 Repeater Board Examination ) દ્વારા પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશનની માગણી કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપવા માટે આવેલા હિત ઝીંઝુવાડિયા નામના વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે અમારે ઓનલાઇન ભણતર પણ હોવાના કારણે જોઈએ એવી તૈયારી થઈ નથી. જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તો અમને પણ માસ પ્રમોશન ( Students Demand for Mass Promotion ) આપવામાં આવે.

રીપીટર વિદ્યાર્થીઓને કોણ ભણાવે: વાલી

રાજકોટની હીરાણી સ્કૂલ ખાતે બોર્ડના કેન્દ્ર પર પોતાના પુત્રને પરીક્ષા અપાવવા માટે લઈને આવેલ યગ્નેશભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે જેમ રેગ્યુલર વિદ્યાર્થીઓને જેમ માસ પ્રમોશન ( Students Demand for Mass Promotion ) આપવામાં આવ્યું છે. તેમ રીપીટર વિદ્યાર્થીઓને ( Std-10-12 Repeater Board Examination ) માસ પ્રમોશન આપવામાં આવે. જ્યારે રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન ઓનલાઈન શિક્ષણ મળી રહેતું હતું. પરંતુ રીપીટર વિદ્યાર્થીઓ ભણવા માટે ક્યાં જાય, તેમજ રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા રેગ્યુલર વિદ્યાર્થીઓ કરતા ઓછી જોવા મળી રહી છે. જેને લઈને ખરેખરમાં આ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ( Students Demand for Mass Promotion ) આપવું જોઈએ.
આ પણ વાંચોઃ રીપીટરની પરીક્ષામાં વિદ્યાર્થીઓના રોલ નંબર ચડ્યા ગોટાળે, એક જ નંબર 2 સ્કૂલમાં આવતા મુંજાયા
આ પણ વાંચોઃ ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાશે પરીક્ષા: હાઈકોર્ટ

ABOUT THE AUTHOR

...view details