રાજકોટ: જેતપુરના નવાગઢ વિસ્તારમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે કોરોના મહામારી દરમિયાન પણ સ્કૂલ શરૂ રાખી છે. ABVPના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફી નહીં ઉઘરાવવા મુદ્દે આ સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ હોવાનું સામે આવ્યુ હતું.
જેતપુરમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે બાળકોને નાખ્યા ખતરામાં, કોરોના મહામારી દરમિયાન પણ સ્કૂલ રાખી શરૂ
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે દેશમાં કોરોના કેસો વધી રહ્યા છે, ત્યારે જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં શિક્ષણ ચાલુ રાખી શિક્ષકો દ્વારા વિધાર્થીઓને ભણાવવામાં આવી રહ્યાં છે.
જેતપુરમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે બાળકોને નાખ્યા ખતરામાં, કોરોના મહામારી દરમિયાન પણ સ્કૂલ રાખી શરૂ
ABVP દ્વારા જયારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે, અહીં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ભગાડી દેવામાં આવ્યા હતા. સ્કૂલના ગ્રાઉન્ડમાંથી ભાગી રહેલા વિદ્યાર્થીઓ કેમેરામાં કેદ થઇ ગયા હતા.