ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોંડલના SRP જવાનનું તામિલનાડુમાં કોરોના કારણે મોત

ગોંડલના SRP ગ્રુપ-8ના કોન્સ્ટેબલ જિતેન્દ્ર દોલત સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભા ચૂંટણીની ફરજ ઉપર હતા. તેમનું ચૂંટણી ફરજ દરમિયાન મૃત્યુ થયું છે.

SRP જવાનના મૃત્યુથી SRP કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું
SRP જવાનના મૃત્યુથી SRP કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું

By

Published : Apr 15, 2021, 3:58 PM IST

  • SRP જવાનના મૃત્યુથી SRP કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું
  • ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ શોક વ્યક્ત કર્યો
  • SRP જવાનના પિતા અને બહેનનું પણ કોરોનાથી મૃત્યુ થયું

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં SRP ગ્રુપ 8માં ફરજ બજાવતા જિતેન્દ્ર દોલત સૂર્યવંશી કોરોનાને કારણે તામિલનાડુમાં ચૂંટણી ફરજ દરમિયાન મૃત્યુ થયું હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની હતા. તેમના પિતા પણ ગોંડલમાં SRP ગ્રુપ ફરજ નિભાવી ચૂક્યા છે. તામિલનાડુ વિધાનસભા ચૂંટણી ફરજ દરમિયાન SRP કોન્સ્ટેબલ જિતેન્દ્ર દોલત સૂર્યવંશીની તબિયત લથડતા અને કોરોના પોઝિટિવ આવતા તેમને તામિલનાડુની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ પણ વાંચો:ગુજરાતી ફિલ્મોના 'નરેશ' કનોડિયાનું પણ નિધન, કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન

SRP જવાનના પિતા અને બહેનનું પણ કોરોનાને કારણે દુઃખદ અવસાન

કોરોના સામે જંગ હારનારા ગોંડલમાં SRP ગ્રુપ 8માં ફરજ બજાવતા જિતેન્દ્ર દોલત સૂર્યવંશીના પિતા અને બહેનનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું છે. તેમના પિતા દોલતભાઈ પણ ગોંડલમાં SRPમાં ફરજ બજાવી ચૂક્યાં છે અને હાલ તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદમાં નિવૃત જીવન જીવી રહ્યા હતા. જ્યારે તેમના બહેનનું પણ મહારાષ્ટ્રના ભાષ્ટ ખાતે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો:કોરોનાએ એક જ પરિવારના બે મોભીના જીવ લીધાં, બંને મૃતક પોલીસકર્મી

પરિવારના ત્રણ વ્યક્તિઓનું મૃત્યુ

આમ એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓનું અલગ-અલગ રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ થતા SRP બેડામાં શોક છવાયો છે. આ સાથે ગુજરાત પોલીસના વડા આશિષ ભાટિયાએ પણ જવાનના મૃત્યુના કારણે શોક વ્યક્ત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details