ગુજરાત

gujarat

ETV Bharat / city

RSSના વડા મોહન ભાગવત આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવત તારીખ 23 અને 24ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છનાં પદાધિકારીઓની મૂલાકાત લેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ મૂલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

મોહન ભાગવત
મોહન ભાગવત

By

Published : Jan 22, 2021, 11:12 AM IST

  • 23 અને 24 એમ બે દિવસ રાજકોટમાં કરશે જ રાત્રે રોકાણ કરશે
  • સંઘના કાર્યકર પ્રવીણ સિંહ રાઠોડના નિવાસ્થાને કરશે રાત્રી રોકાણ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોહન ભાગવતની આ મુલાકાત મહત્વની

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વંય સંઘના વડા મોહન ભાગવત આજથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે આજ રોજ સાંજે તેઓ રાજકોટ આવી પહોંચશે. ત્યારબાદ તારીખ 23 અને 24 એમ બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છના રાષ્ટ્રીય સ્વંય સંઘના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને કોરોના અંગેની કામગીરી તેમજ પરિસ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરશે.

મોહન ભાગવત રાજકોટમાં જ કરશે રાત્રી રોકાણ

આજે સાંજે મોહનભાગવત રાજકોટ ખાતે આવી પહોંચશે. તેમજ આગામી 23 અને 24 એમ બે દિવસ રાજકોટમાં જ રાત્રે રોકાણ કરશે. સંઘના કાર્યકર એવા પ્રવીણ સિંહ રાઠોડના નિવાસ્થાને મોહન ભાગવત રાત્રે રોકાણ કરશે. ત્યારબાદ તારીખ ૨૩ અને ૨૪ એમ બે દિવસ રાજકોટ ગુરુકુળ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક યોજીને વિશેષ ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોહન ભાગવતની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details