રાજકોટ :રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી 2021 (Gujarat Gram Panchayat Election 2021) શરૂ છે, ત્યારે રાજકોટમાં પણ 400 કરતા વધુ ગામોમાં મતદાન પ્રક્રિયા શરૂ છે. જિલ્લાના વીરપુર ખાતે એક મતદાન મથક પર પોલીસ દ્વારા મતદારને માર મારવાની ઘટના (Police And Voter Friction) સામે આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ (Video Went Viral On Social Media) થયો હતો, ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણાએ તપાસ બાદ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે.
પોલીસ અને મતદારના ઘર્ષણ અંગે રાજકોટ એસપીની પ્રતિક્રિયા આ પણ વાંચો:રાજકોટનાં વિરપુરમાં મતદાન દરમિયાન મતદાર અને પોલીસ વચ્ચે થઇ મારામારી, વિડીયો થયો વાઇરલ
મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા બાબતે ઘર્ષણ
રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આ મામલે જણાવ્યું હતું કે, વીરપુર ખાતેનો આ બનાવ છે, જ્યાં મતદાર દ્વારા બુથમાં મોબાઈલ સાથે લઈ જવાની જીદ કરવામાં આવી હતી. પોલીસે સમજાવ્યો છતાં પણ તે સમજ્યો નહોતો અને પોલીસ કર્મી અને મતદાર વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે આ ઘટનામાં પોલીસ કર્મી પાસે મતદાર પર કાયદેસરના પગલાં લેવા જોઈતા હતા, પરંતુ ઘર્ષણ કરવું તે યોગ્ય બાબત નથી. આ ઘટનામાં હકીકત શુ છે, તે સમગ્ર બાબત જાણ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
Police And Voter Friction Video Viral : પોલીસ વડાએ કહ્યું- "તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે" આ પણ વાંચો:GRAM PANCHAYAT ELECTION 2021: રાજ્યમાં બપોરના ૩ વાગ્યા સુધી સરેરાશ 42 ટકા મતદાન
પોલીસ કર્મીને અન્ય જગ્યાએ નોકરી આપી
જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારને માર મારનાર (Voter Beaten By Police) પોલીસ કોન્સ્ટેબલ પરેશ સિંધવને અન્ય મતદાન બુથ પર તાત્કાલિક ખસેડ્યો છે. ઘટનામાં ભોગ બનનાર મતદારનું નામ રાજુ નાનુ ધાંધલ છે. જો કે પોલીસ કર્મીએ મતદારને માર મારવાની ઘટના વાયુવેગે પ્રસરતા રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.