ગુજરાત

gujarat

ETV Bharat / city

સોના- ચાંદીના ભાવ ઘટતા રાજકોટવાસીઓ કરી રહ્યા છે એડવાન્સ ખરીદી

છેલ્લા કેટલાક મહિનામાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા રાજકોટ વાસીઓ હાલ એડવાન્સ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. Etv ભારતે રાજકોટની સોની બજારની મુલાકાત કરી હતી.

રાજકોટ
રાજકોટ

By

Published : Mar 5, 2021, 7:15 PM IST

  • સોના- ચાંદીના ભાવ ઘટતા રાજકોટવાસીઓ કરી રહ્યા છે એડવાન્સ ખરીદી
  • સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકો એડવાન્સમાં ખરીદી
  • વેપારીઓ પણ બજારમાં ગ્રાહકોની ભીડ જોઈએ ખુશખુશાલ
    રાજકોટ

રાજકોટઃ છેલ્લા કેટલાક મહિનામાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. 7 મહિનામાં સોનાના ભાવમાં રૂપિયા 11500નું ગાબડું પડ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે, ત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા રાજકોટ વાસીઓ હાલ એડવાન્સ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. Etv ભારતે રાજકોટની સોની બજારની મુલાકાત કરી હતી. જે દરમિયાન સામે આવ્યું કે, હાલ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકો એડવાન્સમાં ખરીદી કરી રહ્યા છે. જ્યારે વેપારીઓ પણ બજારમાં ગ્રાહકોની ભીડ જોઈએ ખુશખુશાલ થઇ રહ્યા છે.

રાજકોટ

સોનાનો ભાવ રૂપિયા 44 હજાર આજુબાજુ જોવા મળ્યો

સોનાના ભાવમાં સત્તત ઘટાડો આવતા રાજકોટની સોની બજારની ઈટીવી ભારત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જ્યારે વર્ષોથી સોના ચાંદીની દુકાન ધરાવતા રિતેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે હાલ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતા લોકો એડવાન્સ ખરીદી કરી રહ્યા છે. જ્યારે હાલ ગ્રાહકોની પણ એટલી માંગ વધી છે. લગ્ન સીઝનની વાર હોવા છતાં પણ ગ્રાહકો અત્યારથી જ એડવાન્સ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે. હાલ સોનાનો ભાવ રૂપિયા 44 હજારની આસપાસ અને ચાંદીનો ભાવ 67 હજારની આસપાસ દેખાઈ રહ્યો છે.

ગ્રાહકો કરી રહ્યા છે સોના ચાંદીની એડવાન્સ ખરીદી

સોની બજારમાં ખરીદી માટે આવેલા ભરતભાઈએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમારી દીકરીના લગ્ન છે, ત્યારે હાલ સોનાના ભાવ ઘટતા અમે દીકરીના લગ્ન માટેના દાગીના લેવા માટે આવ્યા છીએ તેમજ ભાવ ઘટવાના કારણે અગાઉથી જ ખરીદી કરી રહ્યા છીએ. જ્યારે મારી જેમ અન્ય ગ્રાહકો પણ બજારમાં સોનાના ભાવ ઘટતા ખરીદી કરવા માટે આવી રહ્યા છે. સોનાના ભાવમાં ઘટાડો થતા રાજકોટની સોની બજારમાં પણ હાલ દિવાળી ખરીદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details