ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના ઈફેક્ટ: રાજકોટ કોર્પોરેશને ચા માવાની 17 દુકાનો સીલ કરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં શુક્રવારે ચા નાસ્તા અને પાનની 17 દુકાનો સીલ કરવામાં આવી હતી. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

 રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ
રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ

By

Published : Jul 10, 2020, 3:11 PM IST

રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ

  • ચા નાસ્તા અને પાનની 17 દુકાનો સીલ કરવામાં આવી
  • જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી સઘન ચેકિંગ હાથ ધરાયું
  • જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી

રાજકોટઃ કોરોનાની મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તેમજ લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ

જેમાં શુક્રવારે 17 ચા નાસ્તા, પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં એક થડાનો સમાન પણ મનપા દ્વારા જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.

રાજકોટ મનપાએ ચા માવાની 17 દુકાનો કરી સીલ
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા. તે દુકાનો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર ન થાય તેની કાળજી લેવા ધંધાર્થીઓને સુચના પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details