રાજકોટઃ મહાનગરપાલિકા લાઇબ્રેરી વિભાગ અને અમદાવાદની કર્મા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના 5 વર્ષના, 6 થી 10 વર્ષના અને 11 થી 15 વર્ષના બાળકોને 2000 બાળસાહિત્યને લગતા પુસ્તકો રાજકોટ મહાનગરપાલિકાના યુનિવર્સિટી રોડ, કીડની હોસ્પિટલની બાજુના સ્લમ વિસ્તાર, એ.જી. રોડ પ્રસિલપાર્ક સામેના સ્લમ વિસ્તાર , રૈયા ગામ , ઇન્દીરા નગર રૈયા ધાર સ્લમ વિસ્તાર, સ્લમ ક્વાર્ટર વિસ્તાર તથા અમરજીત નગર એરપોર્ટ રોડના સ્લમ વિસ્તારના બાળકોને કરવામાં આવ્યું હતું.
રાજકોટ મનપા તથા કર્મા ફાઉન્ડેશન દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને પુસ્તકોનું વિતરણ
હાલમાં ચાલતા કોવિડ-19 ના સમયગાળામાં સ્લમ વિસ્તારના બાળકો ઘરમાં રહીને જ્ઞાન સાથે ગમ્મત અને વાર્તાઓની મજા માણી શકે તે માટે રાજકોટ મનપા તથા કર્મા ફાઉન્ડેશન દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને પુસ્તકોનું વિતરણ કરાયું હતું.
રાજકોટ મનપા તથા કર્મા ફાઉન્ડેશન દ્વારા સ્લમ વિસ્તારના બાળકોને પુસ્તકોનું વિતરણ કરાયું
આ પુસ્તક વિતરણ સંસ્થાના નાયબ કમિશનર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ મોબાઇલ લાઇબ્રેરીના માધ્યમથી આ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ હતું. આ દરમિયાન બાળકોમાં પણ ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.