- કંગનાના વિવાદિત નિવેદનનો મામલો
- રાજકોટ મહિલા કોંગ્રેસે કરી FIR નોંધવાની માગ
- સાચી આઝાદી વર્ષ 2014માં મળી હતી: કંગના
રાજકોટઃ તાજેતરમાં જ કંગના રાણાવત (Kangana Ranaut) દ્વારા એવું નિવેદન (controversial statement of Kangana) જાહેર કરવામાં આવ્યું હતું કે, દેશને સાચી આઝાદી વર્ષ 2014માં મળી હતી. કંગનાના આ પ્રકારના નિવેદનના કારણે દેશના વિવિધ ભાગોમાં તેના વિરુદ્ધ (protest against Kangana in Rajkot) રોષ જોવા મળ્યો હતો. કંગના પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે હાલ ચર્ચામાં આવી છે. જેને લઇને દેશભરમાં કોંગ્રેસમાં તેના વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.
મોટાભાગની મહિલા કોંગી કાર્યકર્તાઓ પોલીસ કમિશ્નર કચેરીએ દોડી આવી
આજે ગુરુવારે રાજકોટ મહિલા કોંગ્રેસ (Rajkot Mahila Congress) દ્વારા આ મામલે જોઈન્ટ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે, કંગના (Kangana Ranaut) વિરુદ્ધ પોલીસ FIR નોંધી કડક કાર્યવાહી કરે. જ્યારે આ રજૂઆત દરમિયાન મોટાભાગની મહિલા કોંગી કાર્યકર્તાઓ પોલીસ કમિશ્નર કચેરીએ દોડી આવી હતી.