ગુજરાત

gujarat

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી, 3 નવી કાર ખરીદવા સાથે 38 દરખાસ્ત મંજૂર

By

Published : Jul 31, 2021, 1:53 PM IST

રાજકોટ(Rajkot) મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ 38 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા 3 નવી કાર ખરીદવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી

  • મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી
  • 3 નવી કાર ખરીદવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે
  • રાજકોટ કોર્પોરેશનને ત્રણ નવી કાર વસાવવાની જરૂર હતી

રાજકોટ: મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ 38 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા 3 નવી કાર ખરીદવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે.

કુલ 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી

આજની બેઠકમાં 39 દરખાસ્તોમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર વિભાગમાંથી કુલ 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં 1 દરખાસ્તને પરત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, મનપા દ્વારા જે નવી કાર ખરીદી માટેની દરખાસ્ત કરવામાં આવી છે, તે ચર્ચાનો વિષય બની છે.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી

આ પણ વાંચો-રાજકોટ મનપાની તમામ વિગતો હવે આંગળીના ટેરવે, “મેયર ડેશબોર્ડ”નો પ્રારંભ

રૂપિયા 47 લાખના ખર્ચ ત્રણ નવી કાર ખરીદવામાં આવશે

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નવી કાર ખરીદીની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ માટે રૂપિયા 47 લાખના ખર્ચે નવી 3 કાર ખરીદવામાં આવશે. મનપાના શાસક પક્ષના નેતા, ફાયર ચેરમેન અને ફાયર સુપ્રિટેન્ડન્ટ માટે આ નવી કાર આગામી દિવસોમાં ખરીદવામાં આવશે. જો કે, પ્રજાના પૈસા કાર પાછળ વાપરવા અંગે વિપક્ષી નેતા દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાના કામ તો બાઇક પર બેસીને પણ થાય.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી

કુલ 39માંથી 38 દરખાસ્ત મંજૂર કરાઈ

મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ(Pushkar Patel)ની અધ્યક્ષતામાં આ બેઠક બપોરે 12 કલાકે યોજાઈ હતી. આજની બેઠકમાં 39 દરખાસ્તમાંથી સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર વિભાગમાંથી કુલ 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં 1 દરખાસ્તને પરત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા જે નવી કાર ખરીદી માટેની દરખાસ્ત કરવામાં આવી છે, તે ચર્ચાનો વિષય બની છે.

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ બેઠક મળી

આ પણ વાંચો-રાજકોટ મનપાના ઇતિહાસનો સૌથી મોંઘો સોદો, 1,18,16,37,600 રૂપિયામાં પ્લોટની હરાજી થઈ

મનપાને કાર વસાવવાની જરૂર હતી: ચેરમેન

સ્ટેન્ડિંગ કમિટીમાં ત્રણ નવી કાર ખરીદીની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે(Pushkar Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ(Rajkot) કોર્પોરેશનને ત્રણ નવી કાર વસાવવાની જરૂર હતી. જેની દરખાસ્તની આજે બેઠક મંજૂર કરવામાં આવી છે. તેમાં શાસક પક્ષના નેતાની કાર માટે રૂપિયા 21.12 લાખ, ફાયર ચેરમેનની કાર માટે રૂપિયા 11.81 લાખ અને ફાયર સુપ્રિટેન્ડેન્ટની કાર માટે રૂપિયા 14.64 લાખની રકમની મંજૂરી આપવામાં આવી છે. તેઓ પોતાની કામગીરી સરળતાથી કરી શકે તે માટે આ કારની ખરીદી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details