રાજકોટઃ રાજકોટના શખ્સ સહિતના શખ્સોએ દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા રજિસ્ટર કરાવી નકલી સર્ટિફિકેટ વેચવાનો કારસો (Fake degree certificate scam in Rajkot) રચ્યો હતો. એકાદ વર્ષથી ખાંભાના શખ્સે આ રેકેટને સંભાળી રાજ્યની 57 શાળાને નકલી સર્ટિફિકેટ ધાબડ્યાનો ધડાકો થયો હતો.
રાજકોટના શખ્સે રચેલો નકલી ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના કૌભાંડનો ક્રાઈમબ્રાન્ચે કર્યો પર્દાફાશ આ પણ વાંચો-Recruitment Scam in Gujarat : ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, યુવરાજ સિંહે કર્યો ઘટસ્ફોટ
આરોપીની ઓફિસમાંથી મળ્યા સર્ટિફિકેટ - જોકે, રાજકોટની ઘટના અંગે પોલીસે ખાંભાના શખસને ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં માધવ કોમ્પ્લેક્સમાંથી ક્રાઈમબ્રાન્ચે આરોપી જયંતી સુદાણીને પકડ્યો હતો. તેની ઓફિસમાંથી તપાસ કરતા ક્રાઈમબ્રાન્ચને હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી લખેલા કવર અને સર્ટિફિકેટ (Higher Secondary Board of Delhi Certificate) મળી આવ્યાં હતાં. આ મામલે ક્રાઈમબ્રાન્ચના PI ધોળા સહિતની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતાં નવો જ ફણગો ફૂટ્યો હતો.
આરોપીની ઓફિસમાંથી મળ્યા સર્ટિફિકેટ આ પણ વાંચો-Fake Marksheet Scam : નકલી ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું, એક મહિલાની ધરપકડ
ખાંભાનો કેતન જોશી ચલાવતો હતો કૌભાંડ -આ બાબતે હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા (Higher Secondary Board of Delhi Certificate) નકલી હોવાની અને એ ખાંભાનો કેતન જોશી ચલાવતો હોવાની હકીકત મળતાં જ ક્રાઈમબ્રાન્ચની ટીમ (Rajkot Crime Branch) ખાંભા દોડી ગઇ હતી અને કેતનને ઉઠાવી લીધો હતો જે બાદ કેતનની પૂછપરછમાં એક કૌભાંડ બહાર આવ્યું હતું.
આરોપીની ઓફિસમાંથી મળ્યા સર્ટિફિકેટ દિલ્હીમાં નોંધાયેલી સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા - આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે વર્ષ 2011માં દિલ્હી જઈ, ત્યાં એક સંસ્થા હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા (Higher Secondary Board of Delhi Certificate) રજિસ્ટર કરાવી હતી. એ સંસ્થામાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો આરોપી જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા. જયંતી સુદાણી સહિતના શખસો કોઈપણ ડિપ્લોમા કોર્સના સર્ટિફિકેટ મગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા હતા અને તેમણે ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા.
રાજ્યભરમાં આપ્યા નકલી સર્ટિફિકેટ - કોરોનામાં રાજકોટના અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો અને તે રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટ આપતો (Fake degree certificate scam in Rajkot) હતો. આ સિવાય સંસ્થાના નામે જ નકલી પરીક્ષા લેવાતી. તે પેપર ચેકના નાટક થતાં અને બાદમાં કેતન જોશી વેરિફિકેશન કરીને ખાંભાથી સર્ટિફિકેટ મોકલી આપતો હતો. કેતન જોશી સહિતની ગેંગે રાજ્યના અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શંકા ઊઠતાં પોલીસે આ અંગે અલગથી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી.
પહેલા પણ પકડાઈ ચૂક્યો છે આરોપી તો પણ ન સુધર્યો - રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા (Higher Secondary Board of Delhi Certificate) રજિસ્ટર કરાવી હતી અને ત્યાર બાદ એ સંસ્થાના નામે નર્સિંગ સહિતના કોર્સના સર્ટિફિકેટ વેચતા હતા. પાંડે નામના શખ્સને વર્ષ 2013માં દિલ્હી ક્રાઈમબ્રાન્ચે પકડ્યો હતો ત્યારે તેણે ઉપરોક્ત સંસ્થા બોગસ હોવાની કબૂલાત પણ આપી હતી.