ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં વધુ 36 દર્દીના મોત - આરોગ્ય વિભાગ

રાજકોટ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 દર્દીના મોત થયા છે. જેમાં રાજકોટ શહેરના 21, ગ્રામ્યના 9 અને અન્ય જિલ્લાના 6 દર્દીઓનો સમાવેશ થાય છે.

rajkot corona updateરાજકોટમાં કોરોનાનો હાહાકાર
રાજકોટમાં કોરોનાનો હાહાકાર

By

Published : Sep 13, 2020, 3:18 PM IST

રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોનાના કારણે કુલ 60 કરતા વધુ દર્દીઓના શંકાસ્પદ મોત થયા છે. રાજકોટમાં કોરોનાના વધુ નવા 42 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને અત્યાર સુધી જિલ્લમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,386 સુધી પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હોવાના કારણે અહીં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. જેને લઈને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details