- રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખના ભત્રીજા સહિત 2 પર હુમલો
- લક્ષ્મીવાળી વિસ્તારમાં 7 થી 8 ઈસમોએ કર્યો હુમલો
- ભક્તિનગર પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા
રાજકોટઃ શહેરમાં ગુનેગારો બેફામ થયા છે. ત્યારે લક્ષ્મીવાળી વિસ્તારમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા સહિત 2 લોકો પર 7 થી 8 જેટલા ઈસમો દ્વારા સામાન્ય બાબત મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. જો કે, પોલીસે આ મામલે જાશા ભરવાડ અને તેના બે પુત્રો મેહુલ અને ઉમેશને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા હાલ અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખના ભત્રીજા સહિત બે લોકો પર હુમલો અશોક ડાંગરના ભત્રીજા સહિતનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
અશોક ડાંગરના ભત્રીજા જયદીપ ડાંગર અને તેની સાથે રાજેશ ભરત ડાંગર નામના યુવાન લક્ષ્મીવાડી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામું જોવા બાબતે કેટલાક યુવકો સાથે બોલાચાલી થઈ હતી. જેને લઇને 7 થી 8 જેટલા ઈસમોએ આ બંને યુવાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેને લઈને બન્ને યુવાનોને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઈસમોએ છરી અને પાઈપ વડે કર્યો હતો હુમલો
સમગ્ર મામલે રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, મારા ભત્રીજા પર અસામાજિક તત્વો દ્વારા સામાન્ય બાબતે હુમલો કરવામાં આવ્યો છે. તેમજ આ ઈસમો વિસ્તારમાં જ્યાં હોય ત્યાં આ પ્રકારના ઝઘડા કરતા હોય છે. 7 થી 8 જેટલા ઈસમોએ મારા ભત્રીજા પર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં તેને હાથમાં અને માથાના ભાગે ઈજા થઈ છે. હાલ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ભક્તીનગર પોલીસે આ મામલે હાલ જાશા ભરવાડ અને તેના બે પુત્રો સહિત ચાર આરોપીને ઝડપી લીધા છે, તેમજ પોલીસે અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.