- રઘુ શર્માની વિવાદી ટિપ્પણી પર પ્રતિક્રિયા
- રાજકોટના સાંસદ રામ મોકરિયાએ આપી પ્રતિક્રિયા
- રઘુ શર્માને આગામી ચૂંટણીમાં જવાબ અપાશે
રાજકોટઃ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Congress In charge Raghu Sharma ) કરેલી ગુજરાતમાં વસતાં પરપ્રાંતીયો અસુરક્ષિત હોવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયાઓનો દોર ચાલી રહ્યો છે. રાજકોટથી રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ ( MP Rajyasbha Ram mokariya ) આ મામલે શર્મા ગુજરાતીઓની માફી માંગે તેમ તેમને જણાવ્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મોકરિયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રાંતવાદને પ્રોત્સાહન આપે છે. જ્યારે આગામી ચૂંટણીમાં ગુજરાતી રઘુ શર્માને જવાબ આપશે. રઘુ શર્માના નિવેદનને પગલે ભાજપના મોટાભાગના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
રઘુ શર્મા ગુજરાતીઓની માફી માગે
રામ મોકરિયાએ ( MP Rajyasbha Ram mokariya ) વધુમાં જણાવ્યું હતું કે રઘુ શર્મા ( Congress In charge Raghu Sharma ) પાસે ગુજરાતના ઇતિહાસની જાણકારી નથી. કોંગ્રેસ ચૂંટણી સમયે પ્રાંતવાદને પ્રોત્સાહન આપી રહી છે. રઘુ શર્મા ગુજરાતને ચિંગારી લગાડવાનું કામ કરી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા હાર ભાળી ગઈ છે. જેના કારણે આવા વિવાદિત નિવેદનો કરી રહી છે. રઘુ શર્મા ગુજરાતીઓ વિશે હોમવર્ક કરીને આવે. કોંગ્રેસ પ્રભારી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવે તે ખુબ જ દુઃખદ છે. અન્ય રાજ્યના IAS અને IPS ગુજરાતમાં આવે તો અહીં જ સ્થાયી થઈ રહ્યાં છે.