રાજકોટ: રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં આવેલ ગોકુલ પાર્ક પાસે થયેલી યુવાનની હત્યાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. દિવ્યરાજ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા અને દિવ્યેશ લાવડીયા તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત કુલ 4 આરોપીની આજીડેમ પોલીસે ધરપકડ કરી છે.
રાજકોટ હત્યા કેસ: પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી - રાજકોટ પોલીસ
રાજકોટમાં કોઠારિયા રોડ પર થયેલી હત્યા મામલે આજીડેમ પોલીસે બાતમીના આધારે હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, આંતરિક બાબતમાં ઉશ્કેરાઇને આરોપીએ તેના મિત્રની હત્યા કરી હતી.
રાજકોટ હત્યા કેસ: પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી
આરોપીઓ કોઠારિયા વિસ્તારમાં છુપાયા હોવાની બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો સાથેની આંતરિક બાબતમાં રાહુલ ગોસ્વામી નામના યુવાનને છરી મારી હત્યા કરવામાં આવી હતી.