ગુજરાત

gujarat

By

Published : Dec 30, 2020, 12:34 PM IST

Updated : Dec 31, 2020, 12:58 PM IST

ETV Bharat / city

વડાપ્રધાન મોદીએ રાજકોટ AIIMSનું કર્યુ ખાતમુહૂર્ત, કોરોના પર કહ્યું- 'દવા સાથે કડકાઈ પણ ઢિલ નહી ચાલે'

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડીકલ કોલેજનું શિક્ષણ કાર્ય 21 ડિસેમ્બર 2020 ના રોજથી શરુ થયું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેન્ચથી કરવામાં આવી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એઈમ્સનુ ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઇમ્સનું કર્યુ ઇ ખાતમુહૂર્ત
  • 71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે
  • કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી

    રાજકોટઃ ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેરને જ કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. જેનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, એઇમ્સ હોસ્પિટલના અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

કોરોના વેક્સિન માટેની તૈયારીઓને આખરી ઓપ- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે સમગ્ર દેશ એક જૂથથી એકતા સાથે આગળ વધશે. કોરોના માટે વેક્સિનની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં છે. ગુજરાત કોરોના સામે સારી રીતે લડી રહ્યું છે. એઇમ્સથી રાજકોટમાં 5 હજાર લોકોને રોજગારી મળશે. મેડિકલ સુવિધા સાથે દરેક રોજગારી અહીંયા ઉભી થશે. 2003માં 6 નવી એઇમ્સ હોસ્પિટલ માટે જાહેરાત કરવામાં આવી હતી જે 9 વર્ષે બની હતી. કેન્દ્રનું હેલ્થ વિભાગ અલગ અલગ દિશામાં કામ કરી રહ્યું છે. આધુનિક સુવિધા મળી રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં અંદાજીત 5 હજાર સેન્ટર ચાલુ છે.

વડાપ્રધાન મોદીએ રાજકોટ AIIMSનું કર્યુ ખાતમુહૂર્ત

500 જેટલા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રાજકોટ એઈમ્સના ઓનલાઈન ભૂમિપૂજનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સાંસદ સી.આર.પાટીલ, રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિક, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, જામનગર સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસામા, જયેશ રાદડિયા અને કુંવરજી સહિત 500થી વધુ મહેમાનો હાજર રહ્યાં હતાં. જિલ્લા વહીવટી વિભાગ દ્વારા કાર્યક્રમ માટે જુદી જુદી 15 કમિટી બનાવવામાં આવી હતી. કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનોનું કોરોના સંદર્ભે થર્મલગનથી ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે, કાર્યક્રમ સ્થળ પર ચાર દરવાજા રખાયા છે અને દરેક દરવાજા ઉપર ખાસ સેનિટાઇઝર મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.

એઈમ્સમાં કેવી સગવડ, શું શું બનશે ?

71 હજાર સ્કવેર મીટરમાં 750 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. 22,500 સ્કવેર મીટરમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ અને એડમીન બિલ્ડીંગ તૈયાર કરાશે. 2500 સ્કવેર મીટરમાં ઓડિટોરિયમ તેમજ કોન્ફરન્સ હોલ, 3700 સ્કવેર મીટરમાં 250 વ્યક્તિના સમાવેશ સાથેનું નાઈટ શેલ્ટર, 650 સ્કવેર મીટરમાં 14 રૂમનું ગેસ્ટ હાઉસ, 12000 સ્કવેર મીટરથી વધુ એરિયામાં વિવિધ કેટેગરીના આવાસ તૈયાર કરવામાં આવશે. 7400 સ્કવેર મીટરમાં 312વિધાર્થીઓની ક્ષમતાની પી.જી. હોસ્ટેલ, 5750 સ્કવેર મીટરમાં 240 ગર્લ્સ અને 240 બોયઝની ક્ષમતાની યુજી હોસ્ટેલ સહિતનું નિર્માણ થશે.

આ પણ વાંચો :

Last Updated : Dec 31, 2020, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details