ગુજરાત

gujarat

ETV Bharat / city

ETV Exclusive: રાજકોટમાં પણ શક્ય છે પ્લાઝમાં થેરાપી

રાજકોટ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના કારણે લાખો લોકોના મોત થઈ રહ્યા છે, ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજી સુધી કોરોના વાઇરસને નાથવા કોઈ સ્પેશિયલ દવા શોધાઈ નથી. પરંતુ કોરોનાના દર્દીઓને પ્લાઝમાં થેરાપી વડે પણ સ્વસ્થ કરી શકાય છે. ઈન્ડિયન મેડીકલ દ્વારા આ અંગેની માન્યતા રાજ્યના અમદાવાદ શહેરને આપવામાં આવી છે. જેને લઈને અમદાવાદમાં સૌપ્રથમ કોરોનાના દર્દી જે સ્વસ્થ થઈ ગયા છે, તેના પ્લાઝમાં કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવી છે અને એનું સારું પરિણામ પણ મળી રહ્યું છે.

રાજકોટમાં પણ શક્ય છે પ્લાઝમાં થેરાપી
રાજકોટમાં પણ શક્ય છે પ્લાઝમાં થેરાપી

By

Published : Apr 25, 2020, 8:43 PM IST

Updated : Apr 25, 2020, 9:35 PM IST

રાજકોટઃ ETV ભારત દ્વારા રાજકોટના લાઈફ બ્લડ બેંકના ડાયરેક્ટર સંજય નંદાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આપના શરીરમાં ફરતા લોહીમાં 50 ટકા પાણીનો ભાગ હોય છે. તેને સામાન્ય રીતે પ્લાઝમાં તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્લાઝમાં થેરાપીમાં કોરોનાના સ્વસ્થ થયેલા દર્દીમાંથી બ્લડ લેવાની પ્રક્રિયા બદલાઈ જાય છે. આ પદ્ધતિમાં એફરેસિસ નામનું મશીન હોવું જોઈએ જેના વડે કોરોનાના સ્વસ્થ થેયલ દર્દીનું બ્લડ લેવામાં આવે છે. ડિસપોઝબલ કીટ વડે આ લોહી સ્પિન થાય છે અને તેમાંથી પાણી અને બ્લડ સેલ્સ છુટા પડે છે. પાણી એક જગ્યાએ મશીનમાં જમા થાય છે અને બ્લડ સેલ્સ ફરી સ્વસ્થ થયેલા કોરોનાના દર્દીમાં જતું રહે છે. આમ કોરોનાના સ્વસ્થ દર્દીમાંથી લેવામાં આવેલ પાણીને પ્લાઝમાં તરીકે ઓળખવામા આવે છે.

Etv Exclusieve: રાજકોટમાં પણ શક્ય છે પ્લાઝમાં થેરાપી

આ અંગે ડો. સંજયે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સ્વસ્થ થયેલ દર્દીમાંથી 500 એમ.એલ પ્લાઝમાં લઈ શકાય છે. જેમાંથી એક કોરોના દર્દીને 200 એમ.એલ પ્લાઝમાં આપવામાં આવે છે. આમ એક સ્વસ્થ થેયલ કોરોનાનો દર્દી બે દર્દીઓને સ્વસ્થ કરી શકે છે.

હાલમાં રાજ્યમાં માત્ર અમદાવાદની જ હોસ્પિટલને પ્લાઝમાં થેરાપી અંગેની મંજૂરી મળી છે. જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પણ પ્લાઝમાં થેરાપી અંગેની મંજુરી માંગવામાં આવી છે. જો સરકાર દ્વારા રાજકોટને મંજૂરી આપવામાં આવે તો રાજકોટમાં પણ આગામી દિવસોમાં પ્લાઝમાં પદ્ધતિ વડે કોરોનાના દર્દીને સ્વસ્થ કરી શકાશે. આ બધામાં પ્લાઝમાં પણ એટલું જ મહત્વનું છે. જો રાજ્યમાં અન્ય કોઈ પણ દર્દીને પ્લાઝમાંની જરૂર હોય તો તેને રાજકોટમાંથી કોરોનાના સ્વસ્થ થેયલ દર્દીનું પ્લાઝમાં આપી શકાય છે. આ પ્લાઝમાં પણ બ્લડની જેમ એક જગ્યાએથી જરૂરિયાત વાળા શહેરમાં મોકલી શકાય છે અને તેને બ્લડની જેમ સાચવી શકાય છે.

લાઈફ બ્લડ બેંકના ડાયરેક્ટર સંજય નંદાણી

હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટમાં આવેલ લાઈફ કેર બ્લડ બેન્ક પાસે જ આ પ્રકારનું મશીન હોવાનું સામે આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જો રાજકોટને પ્લાઝમાં થેરાપીની મંજૂરી મળશે તો લાઈફ બ્લડ બેન્ક દ્વારા પણ શક્ય એટલી મદદ કરવાની તૈયારી દર્શાવી છે.

Last Updated : Apr 25, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details