- રાજકોટમાં સરકારી ગાઈડલાઈન્સને અવગણવામાં આવી
- આલ્ફા હોસ્ટેલમાં 500થી વધુ વિદ્યાર્થીઓના ચાલતા હતા કોચિંગ ક્લાસ
- હોસ્ટેલના સંચાલક વિરૂદ્ધ કરવામાં આવી કાર્યવાહી
રાજકોટ : કોરોના કાળમાં તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ છે પણ કેટલાક લોકો મહામારીમાં પણ પૈસૈ કમાવવાના અવસર શોધતા હોય છે અને બીજાના જીવ મુશ્કેલીમાં મુકતા હોય છેે. રાજકોટની આલ્ફા હોસ્ટેલમાં 500 વિદ્યાર્થીઓને રાખી ટ્યુશન આપવામાં આવી રહ્યું હતું. તંત્રને આ બાબતે જાણ થતા જસદણ મામલતદાર દ્વારા પોલીસને સાથે રાખી રેડ પાડવામાં આવી હતી. સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ પોલીસે પકડી પાડ્યો હતો તેમજ તેમની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો જસદણ પોલીસમાં મામલતદાર દ્વારા નોંધવામાં આવ્યો છે.