ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં દિવાળીના દિવસે આગના નોંધનીય બનાવ, કોઈ જાનહાનિ નહિ - રાજકોટ મહાનગરપાલિકા

દિવાળીના દિવસે રાજકોટમાં નાના-મોટા ૩૦ જેટલા આગના બનાવો (fire incident on Diwali ) સામે આવ્યા હતા. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે દિવાળીને દિવસે અલગ-અલગ જગ્યાએ આગના બનાવ બનવાના કારણે નાની નાની ફાયર ચોકીઓ ઉભી કરવામાં આવી હતી. જે જગ્યાએ આગ લાગવાનો બનાવ સામે આવે ત્યારે નજીકની ચોકીમાંથી ફાયર ફાયટર તાત્કાલિક આગના સ્થળે પહોંચી જતું હતું અને આગ કાબુમાં લઇ લેતું હતું. જેમાં કોઈપણ જાનહાનીની ઘટના સર્જાઇ ન હતી.

રાજકોટમાં દિવાળીના દિવસે આગના નોંધનીય બનાવ, કોઈ જાનહાનિ નહિ
રાજકોટમાં દિવાળીના દિવસે આગના નોંધનીય બનાવ, કોઈ જાનહાનિ નહિ

By

Published : Nov 5, 2021, 7:09 PM IST

  • નાના મોટા 30 જેટલા આગ લાગવાના બનાવ
  • થોરાળા અને સદર વિસ્તારમાં લાગી હતી મોટી આગ
  • કોઈપણ જાનહાનીની ઘટના સર્જાઇ ન હતી

રાજકોટઃ આ વર્ષે કોરોના કેસ કાબુમાં હોવાના કારણે રાજ્ય સરકારે વિવિધ તહેવારો ઉજવવાની છૂટછાટ જાહેર કરી હતી. જેને લઇ દિવાળીની પણ ઉજવણી માટેની રાજ્ય સરકાર દ્વારા ગાઇડલાઈન બહાર પાડવામાં આવી હતી. જ્યારે આ વર્ષે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવતા ફાયર વિભાગ પણ દિવાળીના દિવસે એલર્ટ રહ્યું હતું અને જે તે વિસ્તારમાં આગના બનાવને લઈને ખાસ નજર રાખી રહ્યું હતું.

નાના મોટા 30 જેટલા આગ લાગવાના બનાવ

દિવાળીના દિવસે રાજકોટમાં નાના-મોટા ૩૦ જેટલા આગના બનાવો (fire incident on Diwali ) સામે આવ્યા હતા. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈ.વી ખેર સાથેની વાતચીતમાં સામે આવ્યું હતું કે દિવાળીને દિવસે અલગ-અલગ જગ્યાએ આગના બનાવ બનવાના કારણે નાની નાની ફાયર ચોકીઓ ઉભી કરવામાં આવી હતી. જે જગ્યાએ આગ લાગવાનો બનાવ સામે આવે ત્યારે નજીકની ચોકીમાંથી ફાયર ફાયટર તાત્કાલિક આગના સ્થળે પહોંચી જતું હતું અને આગ કાબુમાં લઇ લેતું હતું. જેમાં કોઈપણ જાનહાનીની ઘટના સર્જાઇ ન હતી.

થોરાળા અને સદર વિસ્તારમાં લાગી હતી મોટી આગ

દિવાળીના દિવસે રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા એક ટાયરના ગોડાઉનમાં મોટી આગ લાગી હતી. જેને કાબૂમાં લેવા માટે ચારથી પાંચ જેટલા ફાયર ફાયટરની ગાડીઓની જરૂર પડી હતી. રાજકોટના સદર બજારમાં આવેલા ભારત બેકરીમાં પણ ફટાકડાના કારણે આગની ઘટના સામે આવી હતી. જેમાં બેકરીમાં રહેલ તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી જ્યારે કુલ 30 જગ્યાએ રાજકોટમાં નાની-મોટી આગના બનાવો બન્યા હતા પરંતુ આ આગની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી અને કોઈ ગંભીર ઇજાઓ સામે આવી ન હતી. જેને લઇને ફાયર વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:દિવાળી પહેલા જ આગના બનાવો: સાબરકાંઠાનાં ઇડરમાં ફટાકડા મારફટ ગાડીમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો

આ પણ વાંચો:ગાંધીનગરમાં દિવાળીને પગલે ફાયર કર્મચારીઓ તૈનાત, 12 ગાડીઓ રહેશે સ્ટેન્ડબાય

ABOUT THE AUTHOR

...view details